તમારું આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે જેની જરૂર તમને લગભગ દરેક કામમાં પડે છે. તેથી જરૂરી છે કે તમારે આધાર કાર્ડ સાથે સંબંધિત દરેક નાની મોટી માહિતી રાખવી જોઈએ, શું ખબર ક્યારે અને કેવી રીતે જરૂર પડી જાય. બેંકમાં અકાઉન્ટ ખોલાવવાથી લઈને વેક્સિનેશન સુધી આધાર કાર્ડની જરૂર હોય છે. ઘણીવાર એવુ બને છે કે આપણી પાસે આધાર કાર્ડની ફિઝિકલ કોપી નથી હોતી ત્યારે આધારની ઇ-કોપી આપણા કામ આવે છે. ઈ-આધારને ડાઉનલોડ કરવા માટે આપણે આધાર નંબર અન એનરોલમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે UIDAIએ આધાર કાર્ડ ધારકો માટે નવી સુવિધા શરૂ કરી છે, તમે તમારા ચહેરા દ્વારા ઈ-આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે આધાર સેન્ટર જવાની જરૂર નથી, પરંતુ ઘરેબેઠા તમે તમારા લેપટોપથી કરી શકો છો. ધ્યાન રાખવું કે, તમે જે કમ્પ્યુટર સિસ્ટમ અથવા લેપટોપનો ઉપયોગ કરો છો તેમાં કેમેરા લાગેલો હોવો જોઈએ નહીં તો આધાર કાર્ડથી ફેસ ઓથેન્ટિકેશનની પ્રોસેસ પૂરી નહીં થાય.
