મુંબઇઃ ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે સુધારાની ચાલ અકબંધ રહી છે તેમ છતાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા હજી પણ કરેક્શનનું જોખમ રહેલુ છે. આજે ગુરુવારે સેન્સેક્સ 84 પોઇન્ટના સુધારે 49746 બંધ થયો હતો. તો નિફ્ટી પણ 14984ની ઇન્ટ્રા-ડે ટોચ બનાવ્યા બાદ કામકાજના અંતે 14873ના મથાળે બંધ થયો હતો. આજેના સુધારામાં આઇટી અને મેટલ સ્ટોકનો સપોર્ટ મળ્યો હતો.
આજે સેન્સેક્સના 15 બ્લુચિપ સ્ટોક વધીને અને 15 શેર ઘટીને બંધ થયા હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ સવા ચાર ટકા, ટાયટન 4 ટકા, ટેક મહિન્દ્રા અઢી ટકા, નેસ્લે 1.7 ટકા, ટીસીએસ 1.4 ટકાના સુધારામાં ટોપ-5 ગેઇનર બન્યા હતા. ટીસીએસ અને ઇન્ફોસીસનો શેર વધવાથી સેન્સેક્સને 75 પોઇન્ટનો ફાયદો થયો હતો.
શેરબજારના સેક્ટોરિયલ ઇન્ડાઇશિસમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યુ હતુ. પાવર ઇન્ડેક્સ 1 ટકા, બેન્કેક્સ અડધા ટકા અને ફાઇનાન્સ ઇન્ડેક્સ સાધારણ ઘટ્યો હતો. તો બીજી બાજુ મેટલ ઇન્ડેક્સ 4.4 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી વધુ 2.6 ટકા વધ્યા હતા. બેન્કિંગ સેક્ટરના શેર દબાણ હેઠળ રહેતા બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 208 પોઇન્ટ ઘટીને 32782 ઘટ્યો તો. આજે
બીએસઇ ખાતે આજે ગુરુવારે 1857 કંપનીના શેર વધીને જ્યારે 1061 કંપનીના શેર ઘટીને બંધ રહેતા શેરબજારની માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. શેરબજારમાં સતત બીજા દિવસે સુધારો જોવા મળતા બીએસઇની માર્કેટકેપ પણ વધી છે. આજે બીએસઇની માર્કેટકેપ વધીને 209.44 લાખ કરોડ રૂપિયા થઇ હતી જે ગઇકાલ બુધવારે 208.24 લાખ કરોડ રૂપિયા થઇ હતી.