corona વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી રાખ્યું ત્યારે વધુ એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વાર દૂનિયાને ડરાવવાની વાત ચીન દ્વારા કરવામાં આવી રહી છે. ચોખા અને કપાસમાંથી મળી આવેલા ખતરનાક વાયરસ દૂનિયાને ફરી એકવાર પરેશાન કરશે. શોધકર્તાઓની એક ટીમ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ચીનના વુહાન (Wuhan) શહેરમા કોરોના કરતા પણ વધુ ખતરનાક વાયરસ સામે આવી રહી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ચીનની કૃષિ પ્રયોગશાળમાંથી ચોખા અને કપાસમાંથી કોરોના કરતા પણ વધુ ખતરનાક વાયરસ મળી આવ્યો છે.હજુ તો લોકો કોરોનાની મહામારીથી પરેશાની માંથી બહાર આવ્યા પણ નથી ત્યાં તો વધુ એક મહામુશ્કેલી આપણી સામે મંડારાઈ રહી છે. વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ચીન ફરી એકવાર દૂનિયાને મુશ્કેલીમાં મૂકવા જઈ રહ્યું છે. આ વાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. ArXivમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં પ્રકાશિત થયેલી માહિતીને અકેડેમિક જર્નલ તેમજ કોઈ એક્સપોર્ટ દ્વારા માન્યતા આપવામા આવી નથી. પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ પ્રયોગશાળામાંથી જે માહિતી લેવામાં આવી છે. તેમાં જેનેટિક્સ સિકવેંસ વર્ષ 2017 અને 2020માં મળેલી માહિતી મળી છે. જે માહિતી સામે આવે છે તે વાયરસા MERS અને SARS સાથે સીધો સંબંધ ધરાવે છે. મહત્વની વાત તો એ છે કે બધાંજ ડેડા જેનેટિક ડેડા વુહાન ઈસ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (Wuhan Institute of Virology)માંથી મેળવવામાં આવ્યા છે. જેના પરથી હજુ પણ દૂનિયાને શંકા જાય છે કે ચીનની વુહાન લેબમાંથી આ કોવિડ-19 મહામારીના વાયરસ ભૂલથી ફેલાય ગયો છે. પરંતુ ચીની સરકાર આ વાતને કોઈપણ ભોગે માનવા તેયાર નથી.
