મહારાષ્ટ્રમાં કોરોના સ્પ્રેડ થતા હવે લોકડાઉન લાગવાના અને ટ્રેનો પણ બંધ થઈ જશે તેવા ભય ને કારણે શ્રમિકો એ વતન ની વાટ પકડતા સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. સરકાર કોરોના મહામારી પર રોક લગાવવા કડક પગલાઓ લઈ રહી છે તે જોતા ગત વર્ષની જેમ ઓચિંતા લોકડાઉનનો ભય ઘર કરી જતા રાજ્યના વિવિધ વિસ્તારો સહિત મુંબઈથી પ્રવાસી મજૂરા પાછા પોતાના વતન તરફ જવા નીકળી પડ્યા છે. મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડ છે ક્યાંય પગ મુકવાની પણ જગ્યા નથી. લોકો જનરલ કોચમાં એક-બીજા ઊપર બેસીને યાત્રા કરી રહ્યા છે. પુણે અને નાગપુરમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
LTT સ્ટેશન પર જનરલ કોચમાં ક્ષમતાથી બમણા યાત્રીઓ સવાર હતા. મોટાભાગે લોકોએ એમના ચહેરા માસ્ક અને કાપડથી ઢાંક્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કરાયું. સીટ અને ફ્લોર પર જગ્યા ના મળી તો લોકો છાપરા પર ચાદર પાથરીને પણ બેસી ગયા હતા. ગોરખપુર જઈ રહેલી ટ્રેનમાં લોકો બહાર ટીંગાયેલી હાલત માં નજરે પડ્યા હતા.
રેલવેએ યાત્રીઓને અપિલ કરી હતી કે ટ્રેનામાં બુકિંગને લઈને ચાલતી અફવાઓ પર ભરોસો ના કરો. રેલવે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવતી જ હોય છે. મહામારીને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે ભીડ ના કરો. ટ્રેન છૂટે એની 90 મિનિટ પહેલા જ સ્ટેશન પર આવો અને કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરો. પુણેમાં પણ છેલ્લા 2 દિવસોથી રેલવે સ્ટેશનમાં પગ મુકવાની પણ જગ્યા નથી રહેતી. UP-બિહાર અને ઉત્તર ભારત તરફ પ્રયાણ કરતી તમામ ટ્રેનો ખીચો-ખીચ ભરેલી જણાય છે. પુણે માં માત્ર કન્ફર્મ ટિકિટ વાળાઓને જ સ્ટેશનમાં માં પ્રવેશવા દેવાતાં હોવાથી સ્ટેશનોની બહાર ભીડ જણાઈ રહી છે. પુણેમાં પણ કેટલીક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે, પરંતુ એ પણ ફુલ જઈ રહી છે.
આમ મુંબઈમાં અફરા તફરી નો માહોલ છે ધંધા પડી ભાંગ્યા છે લોકો વતન તરફ ભાગી રહ્યા છે અહીં કોઈ કોઈ નું સાંભળવા રાજી નથી.