તમે નહીં માનો એક એવી ઘટના ઘટી છે. સુવરની બનાવેલી એક પેઈન્ટિંગનું વેચાણ 2.36 લાખ રૂપિયામાં કરવામાં આવ્યું છે. હકિકતમાં પિકાસો નામનું સુવર કેટલાય વર્ષોથી પેઈન્ટિંગ બનાવવાનું કામ કરી રહી છે. હાલમાં જ તેને બ્રિટેનના પ્રિંસ હેરીનું પેઈન્ટિંગ બનાવ્યું હતું. જેને 2.36 લાખ રૂપિયામાં સ્પેનના એક વ્યક્તિએ ખરીદ્યું છે.પિગ્કાસો અત્યાર સુધી પોતાના પેઈન્ટિંગથી કુલ 50લાખ 23 હજાર રૂપિયાની કમાણી કરી ચૂક્યો છે. આ તમામ પૈસા અન્ય જાનવરોની દેખભાળ કરવા માટે ખર્ચ કરવામાં આવે છે. આ પહેલા પિગ્કાસોએ બ્રિટનની રાણીની એક પેઈન્ટિંગ પણ બનાવી હતી. જેનું વેચાણ 2 લાખ રૂપિયામાં થયું હતું.પિગ્કાસોની ઉંમર 4 વર્ષની છે. અત્યાર સુધી સેંકડો પેંઈન્ટિંગ બનાવી ચૂક્યો છે. પિગ્કાસોની માલકિનનું નામ જોન લેફસન છે. લેફસન અને પિગ્કાસો સાઉથ આફ્રિકામાં રહે છે. સૂઅરના આ પેઇન્ટિંગથી જેટલી કમાણી થાય છે, લેફસન તે પૈસા તેના ફાર્મમાં રહેનારા જાનવરોની દેખભાળ કરવામાં આપી દે છે.એક રિપોર્ટ મુજબ અઢી લાખ રૂપિયામાં વેચાનારી પેન્ટિંગને સુવરે કેટલીક મિનિટોમાં જ તૈયાર કરી હતી. લેફસને કહ્યું કે સ્પેનના રહેનારા પિગ્કાસોના એક ફેને પેઈન્ટિંગની આટલી મોટી રકમ આપી છે. પિગ્કાસો એ તેની માલકિન એક કતલખાનામાંથી લઈ આવી હતી.
