(ગુલઝાર ખાન )
રાજ્ય માં કોવિડ૧૯ ની મહામારી વચ્ચે પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની છે પણ આ પ્લાઝ્મા માટે પણ કેટલીક જગ્યા એ જે ભાવ વસુલવામાં આવે છે તેમાં ખૂંબજ મોટો તફાવત જોવા મળી રહ્યો છે, વલસાડમાં અન્ય શહેરો ની સરખામણી માં ડબ્બલ કહી શકાય તેટલો ચાર્જ આવતો હોય સામાન્ય દર્દીઓ ને પ્લાઝ્મા થેરાપી નો લાભ મળતો નથી.
આપને જાણી ને આશ્ચર્ય થશે કે રાજ્ય ના મોટા શહેરો જેવા કે સુરત,વડોદરા કે અમદાવાદ જેવા શહેરોમાં આ પ્લાઝ્મા નો 4000 થી માંડી 5000 સુધી નો ભાવ છે અને વલસાડમાં રૂ.11000 હોવાની વિગતો સત્યડે ની રીયાલીટી ચેક માં સામે આવી છે,સાથેજ ક્યાંક ક્યાંક કેટલીક ખાનગી હોસ્પિટલમાં અને બ્લડ બેન્ક માં 10,000 થી લઈને 12000 સુધી નો ભાવ બોલાય છે.
વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે પ્લાઝ્મા નો રેટ હાલ માં રૂ.11,000 ચાલે છે તેજ પ્લાઝ્મા અમદાવાદમાં બ્લડ બેન્ક 6000 નો રેટ ચાલે છે ત્યારે જો વલસાડ જેવા નાનકડા ટાઉન માં અમદાવાદ ની જેમ રૂ. 6000 જેટલો ભાવ હોય તો કેટલાય ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો તેનો લાભ લઇ શકે તેમ છે પણ આટલો મોટો તફાવત હોય આવી કોરોના મહામારી માં નાના માણસો તેનો લાભ લઈ ન શકે તે સ્વાભાવિક છે.
વલસાડ રક્તદાન કેન્દ્ર ખુબજ નામાંકિત અને પ્રતિષ્ઠિત સંસ્થા છે પણ કોરોના મહામારી ના સમય માં જ લોકો ને રાહત આપી શકતી નથી તેના કારણો પણ ચોંકાવનારા છે. કારણ કે અહીં જે પ્લાઝ્મા તૈયાર કરવાનું મશીન છે તે વર્ષો જૂનું મશીન છે અને કીટ નો ખર્ચો વધુ હોય તે રીતે ચાર્જ વસૂલવામાં આવે છે.
આ અંગે વલસાડ રક્તદાન કેદ્ર ના ડો.યઝદી ઇટાલિયા ને પૂછતાં તેઓ એ સત્યડે સાથે ની ટેલિફોનિક વાતચીતમાં
જણાવ્યું જે વલસાડ રક્તદાન કેન્દ્ર માં પ્લાઝ્મા માટે નું જે મશીન છે તે અમેરિકન બનાવટ નું 2005-6 નું જૂનું મશીન છે અને તેના માટે જે કીટ નો સેટ વપરાય તેમાં જ લગભગ રૂ. 8000 નો ખર્ચ આવે છે પરિણામે અહીં પ્લાઝ્મા ની કિંમત 11, 000 જેટલી છે,મતલબ કે જે મશીન છે તે ક્લોઝ સિસ્ટમ હોય જે કંપની નું મશીન હોય તેજ કંપની ના કીટ વાપરવા પડે તેનો આખો સેટ જ હોય જૂની ટેકનોલોજીના કીટ વપરાતા હોવાથી ખર્ચ વધુ આવી રહ્યો છે તેથી ભાવ વધુ છે જ્યારે હાલ નવી ટેકનોલોજીના નાના મશીનો માં અદ્યતન કીટ વપરાતી હોય ખર્ચ ઓછો આવતા પ્લાઝ્મા નો ભાવ ઓછો હોવાનું કારણ હોય શકે છે.
આમ વલસાડ માં જેતે જરૂરીયાત મંદો એ મોંઘું બ્લડ પ્લાઝ્મા ખરીદવું પડી રહ્યું છે અને કેટલાય તો ઇચ્છી ને પણ આ લાભ લઇ શકતા નથી.
પ્લાઝમા ડોનેટ કર્યા પછી 15 દિવસ પછી ફરી પ્લાઝમા ડોનેટ કરી શકાય છે. એકવાર એટલે કે 500ml પ્લાઝમા ડોનેટ કરવાથી તે બે રોગીને (200-200ml) આપવામાં આવે છે. જેનાથી રોગી કોરોનાથી જલ્દી સ્વસ્થ થાય છે અને બાકીનું 100ml. પ્લાઝમા લેબોરેટરી ટેસ્ટ માટે વપરાય છે.
સામાન્ય રીતે રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ જ એફેરેસિસ મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને ૫૦૦ મીલી પ્લાઝમા એકત્ર કરાવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એક જ ઘટક પ્લાઝમા લેવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા ૧૫ દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. દરેક દર્દીને ૨૦૦ મિલી લિટર કન્વેર્લિસેન્ટ પ્લાઝમાના બે ડોઝ ચડાવવામાં આવે છે. ૧૦૦ મીલી પ્લાઝમા સંશોધન પક્રિયા માટે રાખવામાં આવે છે. પ્લાઝમા ડોનેટની માંગ અને વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પ્લાઝ્મા ટ્રાન્સમિશનની ગુજરાતને મંજૂરી મળી જતા ગત વર્ષ થી કોરોના કાળ થી આ થેરાપી તરફ લોકો વળ્યાં છે.
વાસ્તવમાં પ્લાઝ્મા ટ્રીટમેન્ટનું નામ ભલે પ્રથમવાર સાંભળવામાં આવી રહ્યું હોય પરંતુ આ કોઇ નવી રીત નથી. આ 130 વર્ષ અગાઉ એટલે કે 1890માં જર્મનીના ફિઝિયોલોજીસ્ટ એમિલ વોન બેહિંગે શોધી હતી. આ માટે તેમને નોબેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ મેડિસિન ક્ષેત્રમાં પ્રથમ નોબેલ હતું.કેન્દ્ર સરકારે ગુજરાત, તમિલનાડુ, દિલ્હી, કેરલ, પંજાબ, મહારાષ્ટ્રને પ્લાઝ્મા થેરાપીથી સારવાર કરવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીને આ રીતથી સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના ક્રિટીકલ દર્દીઓની પ્લાઝમા પ્રયોગથી સારવાર કરવામાં આવશે.વાસ્તવમાં આપણું લોહી ચાર ચીજોથી બનેલું છે. રેડ બ્લડ સેલ, વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા, જેમાંથી પ્લાઝ્મા લોહીનું તરલ હિસ્સો છે. જેની મદદથી જરૂરત પડવા પર એન્ટીબોડી બને છે. કોરોના અટેક બાદ શરીર વાયરસથી લડવાનું શરૂ કરે છે. આ લડાઇ એન્ટીબોડી લડે છે જે પ્લાઝ્માની મદદથી જ બને છે. જો શરૂર પર્યાપ્ત એન્ટી બોડી બનાવી લે છે તો કોરોના નો ખાત્મો થઈ શકે છે. દર્દી સ્વસ્થ થયા બાદ પણ એન્ટીબોડી પ્લાઝ્મા સાથે શરીરમાં રહે છે જેને ડોનેટ કરી શકાય છે.
જોકે,હવે આવેલા નાના અને અદ્યતન મશીનો માં લેબ માં ખર્ચ ઓછો આવતા રૂ.5 000 થી 6000 માં કોરોના સંક્રમિત દર્દી તેનો લાભ મળી શકે છે પણ જૂના મશીનો માં ખર્ચ વધુ આવતો હોય તે ખર્ચ ને પહોંચી વળવા દર્દી પાસે થી રૂ.11,000 કે તેથી વધુ વસુલવામાં આવતા હોય ઘણા લોકો ઇચ્છીને પણ લાભ લઇ શકતા નથી જે વલસાડ માં વાસ્તવિકતા સપાટી ઉપર આવી છે.
અહીં વલસાડ રક્તદાન કેન્દ્ર પાસે જૂનું અમેરિકન મશીન હોય તેની પ્રોસેસ ખર્ચ વધુ આવતો હોય અત્યારે ફેલાયેલી કોરોના ની હાડમારી માં જ જનતા ને વધુ પૈસા ખર્ચ કરવો પડે છે અને કેટલાક સક્ષમ ન હોય લાભ લઇ શકતા નથી ત્યારે સબંધિત વિભાગ દ્વારા અન્ય શહેરો ની માફક વલસાડ ની જનતા ને રિજનેબલ ભાવ માં પ્લાઝ્મા મળી રહે તેવી ગોઠવણ કરવા માંગ ઉઠવા પામી છે.