કોરોના એ ગુજરાત માં કાળો કેર વર્તાવી દીધો છે અને લોકો પૈસે ટકે સાફ થઈ ગયા છે કેટલાય લોકો એ બચત,મિલકત અને પોતાના સ્વજનો ગુમાવ્યા છે ક્યાંય કોઈ રાહત ના સમાચાર નથી બધે અસ્તવ્યસ્ત નજરે પડી રહ્યું છે ત્યારે કોરોના માટે અગત્યના રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. જોકે ઝાયડસ હોસ્પિટલે શનિવારથી રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરવઠો ઉપલબ્ધ નહીં હોવાની જાહેરાત કરી દીધી છે, ઝાડયસે સ્પષ્ટતા કરી છે કે ઉત્પાદન માટે મોટા પાયે પ્રયાસો ચાલી રહ્યા છે. ઝાયડ્સ હોસ્પિટલે પબ્લિક એનાઉન્સમેન્ટમાં જણાવ્યું છે કે, હવે ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે. ત્યારે બીજી તરફ સરકાર પોતાની કેસેટ વગાડી રહી છે કે, ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની ઉપલબ્ધિ સરળ થઇ રહી છે.
ત્યારે ગ્રાઉન્ડ ઉપર વાસ્તવિકતા કઈક અલગ જ છે.
આજે વધુ 24,687 ઇન્જેક્શન્સ ગુજરાતમાં ટ્રેડ સપ્લાયમાં અને રાજ્ય સરકારના ઉપયોગ માટે ઉપલબ્ધ થયા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં કોર કમિટીની બેઠકમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ વધુમાં વધુ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ વાત સામે લોકો માં જે લાઈનો લાગી છે તે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે.
કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક અને જોખમી સાબિત થઈ રહી છે. જેને પગલે દેશમાં દરરોજ 1 લાખ કેસો સામે આવવા લાગ્યા છે. જ્યારે ગુજરાતમાં દૈનિક કેસોનો આંક ત્રણ હજારની નજીક છે. ગત વર્ષ કરતાં આ વર્ષે દાખલ દર્દીઓની હાલત પણ વધુ ગંભીર છે. હાલ 75 ટકા જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, જેથી હોસ્પિટલાઈઝેશનનો 5 દિવસ જેટલો સમય ઘટાડતા રેમડેસિવીર ઈન્જેક્શનની ખૂબ માગ છે. તેમાં ઝાયડ્સ હોસ્પિટલે રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત કરતા હવે કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ ના પરિવારજનો ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.
