આખરે આખા વિશ્વ માં કોરોના મામલે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે પહોંચી ગયું છે,છેલ્લા 24 કલાકમાં 63 હજાર 294 નવા કોરોનાના કેસ નોંધાયા છે. વિશ્વમાં ક્યાંય પણ આટલા કેસ નોંધાયા નથી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા દેશો પણ મહારાષ્ટ્રથી પાછળ રહી ગયા છે. નવા કેસો મુદ્દે મહારાષ્ટ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. મહારાષ્ટ્રએ અમેરિકા, ફ્રાન્સ અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધું છે.
મહારાષ્ટ્રના આરોગ્ય સચિવે આપેલી માહિતી મુજબ 20,250 ICU બેડ્સમાંથી લગભગ 75% બેડ્સ ફુલ થઈ ગયાં છે, જ્યારે 67,000 ઑક્સિજન બેડ્સમાંથી 40% બેડ્સ ભરાઈ ચૂક્યાં છે. લગભગ 12 જિલ્લા તો એવા છે, જ્યાં એકપણ બેડ ખાલી નથી. પરિસ્થિતિ એવી છે કે નંદુરબારમાં તો ટ્રેનના ડબ્બાઓમાં આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ભારતના સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રાજ્યમાં મૃત્યુદર 1.7% છે. કુલ એક્ટિવ કેસ હવે 5 લાખ 65 હજાર 587 થઈ ગયા છે. મુંબઈમાં છેલ્લા 20 દિવસથી 1,54,300 લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. અહીં સરેરાશ 7,715 લોકો દરરોજ કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. મુંબઈમાં એક્ટિવ દર્દીની સંખ્યા 67,092 થઈ જતા ભારે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.