ગુજરાત માં કોરોના ના કેસો વધતા ફરી લોકડાઉન આવે તેવી વાતો ઉઠી રહી છે. ભાજપ નેતા ડૉક્ટર ભરત કાનાબારે રાજ્ય માં 14 દિવસના લોકડાઉનની માંગ કરી છે. ભરત કાનાબારેનું કહેવું છે કે, દેશભરમાં કોરોના વકર્યો છે ત્યારે બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. હાલ રાજ્યમાં સ્થિતિ એવી છે કે મેડિકલને પણ થોડો વિસામો આપવાની જરૂર છે. જો સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો ગુજરાતને પણ મહારાષ્ટ્ર બનતા નહીં લાગે.
ગુજરાત માં કોરોના કાબુ માં લેવા માટે સરકારે તાત્કાલિક લોક ડાઉન માટે વિચારવુ પડશે.
ગુજરાતમાં કોરોના વાયરસ ની વકરેલી સ્થિતિ માટે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન રેમડેસિવિર ઈન્જેક્શનથી લઈને રાત્રિ કર્ફ્યૂ મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને તતડાવી હતી ત્યારે હવે હાઇકોર્ટે રાજ્ય પાસે એક્શન પ્લાનનો રિપોર્ટ માંગતા આગામી સમય માં સરકાર કડક નિયંત્રણ લાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
