ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ફાર્માસિસ્ટની 67 પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગતા ઉમેદવારો બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. ફાર્માસિસ્ટની પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 13 એપ્રિલ એટલે કે મંગળવારથી શરૂ થઈ છે, જે 3 મે સુધી ચાલુ રહેશે. આ પોસ્ટ્સ માટે બી. ફાર્મા, એમ. ફાર્મા અથવા ફાર્મા. ડી. ઉમેદવારો અરજી કરી શકે છે. આ ઉપરાંત, ઉમેદવારને 1 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. આ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.ફાર્માસિસ્ટ્સની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ – 13 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ – 03 મે
પરીક્ષાની તારીખ – 23 મે