વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી 35 ચીતાઓ તૈયાર કરવા છતાં પણ અગ્નિસંસ્કાર માટે પરિવારજનોને વેઇટિંગમાં રહેવાની ફરજ પડી રહી છે, ત્યારે પાલિકા દ્વારા હજુ પણ ચિતામાં વધારો કરવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે, ત્યારે વડોદરામાં હાલ કોરોનાની સ્થિતિ બેકાબુ થઇ રહી છે. રોજબરોજ સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલો અને સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. સરકારી આંકડાઓમાં ભલે 2-3 વ્યક્તિના મોત થયાની વાત કહેવાઇ રહી હોય, પરંતુ, સ્મશાન અને કોવિડ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવેલા મૃતદેહોનું દ્રશ્ય કંઇક અલગ જ ચીતાર રજૂ કરે છે.વડોદરામાં કોરોનાની બીજી લહેર ઘાતક બનતા ચિતાઓમાં પણ વેઈટિંગ છે. વડોદરામાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે રોજ 40થી 50 દર્દીઓના અંતિમ સંસ્કાર થાય છે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના છેવાડે જાંબુવા પાસે બંધ પડેલા સ્મશાનને પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં નવી 35થી ચિતાઓ તૈયાર કરીને અગ્નિસંસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરામાં 24 સ્મશાનોમાંથી માત્ર 10 જ કાર્યરત હોવાથી અન્ય સ્મશાનોમાં કોવિડ દર્દીઓની અંતિમક્રિયા શરૂ કરવા પણ લોક માંગ ઉઠી છે.જીવલેણ બનેલા કોરોનામાં જ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ વધી રહ્યો છે, તે સાથે ક્વોરન્ટીનમાં રહેલા સંક્રમિતના મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર વધારો થતાં વડોદરા શહેરના તમામ સ્મશાનોમાં 24 કલાક મૃત્યુ પામેલા લોકોની ચિતાઓ સળગી રહી છે. વડોદરામાં કોરોનાના ખપ્પરમાં પ્રતિદિન 40થી 50 જેટલા લોકોના મોત થઈ રહ્યા હોવાની વાત આવી રહી છે.
