મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી વકરી રહી છે. દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આન ે નાથવા અને કોરોના વાઈરસની ચેઈન તોડવાની આવશ્યકતા હોવાથી કઠોર પ્રતિબંધો સાથે ૧૪૪ની કલમ લાગુ પડશે. એટલે કે આજે ૧૪ એપ્રિલ બુધવારના રાત્રે ૮ વાગ્યાથી આગામી ૧૫ દિવસ સુધી કરફયુ લાગુકરવાની ઘોષણા રાજ્યના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આજે કરી હતી. જોકે આ કરફયુના સમયમાં આર્થિક રીતે નબળા વરંગને પરેશાની વેઠવી ન પડે તે માટે રાહત આપવા પાંચ હજાર ૪૭૬ કરોડ રૂપિયાની મદદનું પેકેજ મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ જાહેર કર્યું હતું.
આ સમયમાં સંપૂર્ણ કરફયુ રહેશે. માત્ર આવશ્યક સેવા સુવિધા શરૂ રહેશે. બાકીની તમામ સેવા અટકાવવામાં આવી છે. બિન જરૂરીરીતે અવરજવર પર પ્રતિબંધ રહેશે એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. અલબત્ત લોકલ ટ્રે અને બસ સેવા ચાલુ રહેશે. ઓટો-ટેક્સી સેવા ચાલુ રહેશે.બેન્કને લગતા કામકાજ ચાલુ રહેશે.
શું ચાલુ રહેશે
- જીવનાશ્યક વસ્તુની દુકાન
- ગેરેજ, પેટ્રોલપંપ, કાર્ગો સેવા
- ઈ-કોમર્સની સપ્લાય
- ઓટોપાર્ટસની દુકાન
- દવાની દુકાનો
- લોકલ અને પરિવહન સેવા
- રિક્ષા-ટેક્સી ડ્રાઈવર સહિત બે પ્રવાસની મુસાફરી
- સરકારી કચેરી ૫૦ ટકા સાથે કામ કરશે
- શાકભાજી માર્કેટ શરૂ, કોરોનાના નિયમોનું કઠોર પાલન સાથે.
- બેંકો, ઈન્સ્યુરન્સ સેવા
- કોરોનાની રસી સેવા તેમ જ તપાસ કેન્દ્ર
- ઓપ્ટીકલ્સ દુકાન
- હોટેલ-રેસ્ટોરન્ટ અને બારથી ખાદ્ય પદાર્થના પાર્સલ
- વૈદ્યકીય સેવા, મેડિકલ સ્ટોર્સ
- અખબાર, મિડિયા સંદર્ભની સેવા
- વેનેટરી સર્વિસ- પેટ ફૂડની દુકાન
- રસ્તા પરના ખાધ પદાર્થ વેચતા ફેરિયા ફક્ત પાર્સલ આપી શકશે.
શુ બંધ રહેશે
- મોલ્સ, દુકાનો, હોટેલો, બાર
- વાઈન શોપ, બાગ-બગીચા, થિએટર, નાટયગૃહ, ગરદીના સ્થળો
- ધાર્મિક – પ્રવાસન સ્થળ
- સામાજિક – રાજકીય કાર્યક્રમ બંધ
- સલૂન, બ્યુટી પાર્લર
- ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવું.
- શૈક્ષણિક સંસ્થા, કલાસીસ