મુંબઇઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આરટીજીએસ (રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) સેવા 17 એપ્રિલના મધ્યરાત્રિથી 14 કલાક માટે બંધ રહેશે. આવી સ્થિતિમાં બે લાખ રૂપિયાથી વધુ એક બેંક ખાતામાંથી બીજા બેંકમાં મોકલી શકાશે નહિ.. સેન્ટ્રલ બેંક દ્વારા અપાયેલી માહિતી અનુસાર, ડિઝાસ્ટર રિકવરી ટાઈમને પહેલા કરતા સુધારવા માટે, તેને ટેક્નિકલ ધોરણે અપગ્રેડ કરવામાં આવશે.
જો કે, આરબીઆઈનું કહેવું છે કે બે લાખ રૂપિયા સુધીના વ્યવહારો માટે વપરાયેલી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (એનઈએફટી) સેવા પહેલાની જેમ કાર્યરત રહેશે. તેમણે કહ્યું કે 17 એપ્રિલ 2021 ના રોજ ધંધો બંધ થયા પછી, ડિઝાસ્ટર રિકવરી ટાઈમને સુધારવા માટે આરટીજીએસ સિસ્ટમ અને તેની ટેક્નિકને અપગ્રેડ કરવામાં આવશે.
સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે આરટીજીએસ સેવાના ડિઝાસ્ટર રિકવરી ટાઈમને સુધારવા માટે, આ સેવા 17 એપ્રિલની મધ્યરાત્રીથી 18 એપ્રિલની બપોરે બે વાગ્યા સુધી કામ કરશે નહીં. તેમણે કહ્યું કે આરટીજીએસ સેવા પૂરી પાડતી બેંકો તેના ગ્રાહકોને તે મુજબ પેમેન્ટ ઓપરેશન પ્લાન વિશે જણાવી શકે છે. આપ ને જણાવી દઈએ કે દેશમાં આરટીજીએસ સુવિધા ગત વર્ષે ડિસેમ્બરથી ચોવીસ કલાક માટે ઉપલબ્ધ છે.