ન્યુયોર્કઃ વિશ્વના સૌથી મોટા ધનાઢ્યોની યાદીમાં શામેલ ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીને અમેરિકાની સરકારી મોટો ઝટકો આપ્યો છે. મ્યાનમારમાં થયેલી હિંસામાં સંડોવણના આરોપસર અમેરિકાની સરકારે પોતાના સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ અદાણી ગ્રૂપની કંપનીના શેરને બળજબરીપૂર્વક ડિલિસ્ટેડ કરી દીધો છે.
પ્રાપ્તિ માહિતી મુજબ અમેરિકાની સરકારે અદાણી ગ્રુપની જાણીતી કંપની અદાણી પોર્ટને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના ઇંડેક્સ પરથી દૂર કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે અદાણી ગ્રુપ પર એવો આરોપ છે કે તેની કંપનીએ મ્યાનમારની સેના સાથે જોડાયેલ એક સંગઠન મ્યાનમાર ઈકોનોમિક કોર્પોરેશનને 225 કરોડ રૂપિયા આપ્યા હતા.
ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જ એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડેક્સ એ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ કંપનીને તેના સસ્ટેનેબીલીટી ઇંડેક્સથી હટાવી દેવામાં આવી છે, કારણ કે આ કંપનીના મ્યાનમાર સેના સાથે બિઝનેસ ટાઇઅપ્સ એટલે કે જોડાણ છે, મહત્વનું છે કે અમેરિકાએ મ્યાનમાર સેનાને લઈને પ્રતિબંધો વધારી દીધા છે, નોંધનિય છે કે મ્યાનમાર સેનાએ હમણાં જ થોડા સમય પહેલા દેશમાં લોકતાંત્રિક સરકારને ઉથલાવી પાડીને બળવો કર્યો હતો અને દેશમાં તેના પછી જનતાની વિરુદ્ધમાં દમણ આચરવામાં આવી રહ્યું હતું.
આ ઘટનાની ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનો અને લોકતાંત્રિક દેશોએ માનવધિકાર હનન તરીકે નોંધ લીધી હતી, મહત્વનું છે કે અમેરિકાનું બાયડન વહીવટી તંત્ર પહેલાથી જ મ્યાનમાર સેનાની હરકતનની ગામભરી નોંધ લઈ ચૂક્યું છે અને તેના પર પ્રતિબંધો લગાવવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યું છેમ, જેના પગલે અમેરિકાના ન્યુયોર્ક એક્સ્ચેન્જને અદાણી ગ્રુપની આ કંપનીના મ્યાનમાર સેનાનું પીઠબળ ધરાવતા સંગઠન માયનમાર ઈકોનોમિક કોર્પોરેશનની સાથે વ્યવહારોની માહિતી મળી હતી, જેને લઈને અદાણી ગ્રુપની કંપની પર આ કાર્યવાહી થઈ હોવાનું માનવામાં આવે છે.