કોરોના મહામારીની સ્થિતિ જોતાં જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રીતે કંન્ટ્રોલ કરવામાં આવી રહી છે. દેશમાં કોરોના હાહાકાર વચ્ચે હાલમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમણે આ માહિતી ટ્વિટ કરીને જણાવ્યું છે કે શરૂઆતી લક્ષણો જણાતાં મેં કોરોના રિપોર્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું સેલ્ફ આઈશોલેશનમાં છું અને ડોક્ટરોની સલાહ સુચન મુજબ સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ કાર્ય વર્ચુઅલી રીતે કરી રહ્યો છું. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ હમણાંજ કુંભ મેળામાં સ્નાન કર્યું હતું. દેશમાં કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે કુંભમાં ગઈ આજે પણ લાખો લોકો શાહી સ્નાન કરી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક પછી એક મોટી હસ્તિઓ પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘હાલ મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં મારી જાતને બધાથી દૂર કરી દીધી છે અને ઘરે જ સારવાર શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને તપાસ કરાવી લેવા નમ્ર વિનંતી. તેઓ થોડા દિવસ સુધી આઈસોલેશનમાં રહે તેવી પણ વિનંતી.’અખિલેશ યાદવે તાજેતરમાં જ ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે કુંભની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ પોતાના સમર્થકો અને સાધુ સંતોને પણ મળ્યા હતા. અખિલેશ યાદવે હરિદ્વારમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંદ નરેન્દ્ર ગિરિ મહારાજની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર ગિરિ મહારાજને કોરોના હોવા છતા અખિલેશ યાદવે તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના બે દિવસ બાદ અખિલેશ યાદવ પોતે જ કોરોનાની લપેટમાં આવી ગયા છે. જો કે, પાછળથી એવું પણ સામે આવ્યું હતું કે, અખિલેશ યાદવ નરેન્દ્ર ગિરિ મહારાજને સવારે મળ્યા હતા અને તેઓ સાંજે કોરોના પોઝિટિવ નોંધાયા હતા.