નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) આજે એટલે કે બુધવારે 14 એપ્રિલના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ (NEET 2021) માટે એડમિટ કાર્ડ બહાર પાડશે. આ સંદર્ભે જારી કરવામાં આવેલા ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, NEET PG 2021 માટે પ્રવેશકાર્ડ આપવાની તારીખ ટેક્નિકલ કારણોસર 14 એપ્રિલના રોજ સુધારી દેવામાં આવી છે. પરીક્ષા આપનાર ઉમેદવારો NBEની ઓફિશિયલ વેબસાઇટ nbe.edu.in પર જઇને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે આ પરીક્ષા 18 એપ્રિલના રોજ લેવામાં આવશે. તેમજ, પરીક્ષાનું રિઝલ્ટ 31 મે, 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષા માટે ગાઇડલાઇન્સ અને અન્ય માહિતી nbe.edu.in પર જઇને ચેક કરી શકાશે.
