કોરોના સંક્રમણના પગલે સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ છે ત્યારે દર્દીઓ અને તેમના સંબંધીઓ વચ્ચે સંકલન ન થવાથી લઈને ભોજનથી લઈને સુવિધાની ઉઠેલી ફરિયાદને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી એકવાર સિવિલની કોવિડ-19 હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતાં. કોવિડ-19 હેલ્પ ડેસ્ક સાથે ભોજનાલયની મુલાકાત લઈ જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શનના એક્સપોર્ટ રોક લગાવવામાં આવી છે. વપરાશ માટેની વ્યવસ્થામાં આગામી 7 દિવસની પ્રોસેસ છે. ઝડપથી જ રેમડેસિવિર ઇન્જેક્શન સરળતાથી ઉપલબ્ધ થશે.સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 4 દિવસમાં દર્દીઓની હાલાકીમાં ઘટાડો થઈ જશે, એટલું જ નહીં પણ ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભા રહેતા લોકોની પીડા દૂર કરવા હોસ્પિટલ પોતાના માણસોને દર્દીઓના લિસ્ટ સાથે સિવિલ મોકલે અને વ્યવસ્થા ગોઠવે કે, પછી ઇન્જેક્શન સીધા હોસ્પિટલને જ આપવામાં આવે અને IMA મોનિટરીગ કરે એવી વ્યવસ્થા ગોઠવવા હાલ પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ પાટીલે વધુમાં ઉમેર્યું હતું.દર્દીઓને કોવિડ-19માં સારવાર દરમિયાન કોઈ પણ પ્રકારની જરૂર હોય તો કાર્યકર્તાઓ પહોંચાડી રહ્યા છે. વીડિયો કોલિંગથી સગાઓ સાથે વાત પણ કરાવી રહ્યા હોવાનું ઉમેરતા પાટીલે કહ્યું કે, દર્દીની તમામ માહિતીઓથી સગાઓને વાકેફ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે પહેલી વાર ખાનગી હોસ્પિટલોને વેન્ટિલેટરની જરૂર પડે છે. એ તમામને સગવડ કરી આપવાની જવાબદારી ઉપાડી છે.
