સંયુક્ત આરબ અમીરાત અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ કલર બ્લાઇન્ડનેવાળા દર્દીઓ માટે કોન્ટેક્ટ લેન્સ બનાવ્યાં છે. કલર બ્લાઇન્ડલેસના દર્દીઓ લાલ અને લીલા વચ્ચેનો તફાવત પારખી શકતા નથી. નવા લેન્સ દર્દીને લાલ અને લીલા વચ્ચેનો તફાવત કરવામાં ઘણી હદ સુધી મદદ કરશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લેન્સમાં ગોલ્ડ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે લાલ અને લીલો રંગ ઓળખવામાં મદદ કરે છે. અબુધાબીની ખલીફા યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયર અહેમદ સાલિહ કહે છે કે, કલર બ્લાઇન્ડનેસવાળા દર્દીઓ લાલ-ગ્લાસના ચશ્મા પહેરે છે. જેથી, તેમને કલર થોડા અંશે સ્વચ્છ દેખાય. આ રોગની કોઈ સારવાર ન હોવાને કારણે આ લેન્સ અસરકારક સાબિત થઈ શકે છે. તેને સરળતાથી આંખમાં પહેરી શકાય છે. ACS નેનો જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, આંખોને નુકસાન પહોંચાડતા કોઈપણ કેમિકલનો ઉપયોગ આ લેન્સમાં કરવામાં આવ્યો નથી. તેમાં મિક્સ ગોલ્ડ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે નોનટોક્સિક છે.
