રાજ્ય માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ શહેરમાં ઓક્સિજનની અછત ઉભી થતા તબીબો માં દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તે ચિંતા સતાવી રહી છે અને માત્ર ઓક્સિજન નહિ મળતા કેટલાય ના મોત થતા હોવાની વાત સામે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે ઓક્સિજન સપ્લાયનો 100 ટકા જથ્થો હેલ્થ સેક્ટરને પૂરો પાડવામાં આવે નહીંતર શહેરના મૃત્યુદરમાં હજુ પણ વધારો થઈ શકે છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. કિરીટ ગઢવી, સેક્રેટરી ડો. ધીરેન મહેતા તથા પૂર્વ પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક ઓક્સિજન સપ્લાય આપવા માટે વિનંતી કરવામાં આવી છે.
આમ કોરોના માં રાજ્ય માં ઓક્સિજન નો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે આખરે મુખ્યમંત્રી ને હકીકત થી વાકેફ કરવામાં આવ્યા છે.અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 7 હજારને પાર કરી ચુક્યો છે અને 24 કલાકમાં 7,410 નવા કેસ નોંધાયા છે અને 2642 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 24-24, રાજકોટ શહેરમાં 7, વડોદરા શહેરમાં 6, સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ અને જૂનાગઢ શહેર, સુરત, અને વડોદરા જિલ્લામાં 1-1 મળી 73 દર્દીના મોત થયા છે.
આ મોત નો આંકડો સરકારી છે હકીકતમાં સ્મશાનો માં આ આંકડા કરતા અનેક ઘણા મૃતદેહો ની કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમ ક્રિયા કરાઈ રહી છે.