મહારાષ્ટ્ર માં પોલીસ ડિપાર્ટમેન્ટ માં જ અધિકારી ના સ્વાંગ માં વઝે જેવા ગુંડાઓ ફરજ બજાવતા હોવાનું એન્ટિલિયા કેસ સાથે જોડાયેલા થાણેના બિઝનેસમેન મનસુખ હિરેનની હત્યા ઉપર થી સાબિત થઈ રહ્યું છે, મનસુખ મર્ડર કેસ માં ઔરંગાબાદથી ચોરવામાં આવેલી મારુતી ઈકો કારમાં મનસુખ ની હત્યા કરવામાં આવી હોવાનું મનાય રહ્યું છે. ATSને મળેલા સીસીટીવી ફૂટેજમાં આ વાત સામે આવી છે. આ ગાડી ગયા વર્ષે નવેમ્બરમાં ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.
શંકા છે કે, મનસુખની લાશ મળ્યાના એક દિવસ પહેલાં જ એટલે કે 4 માર્ચે આ બીજી ગાડીને મુંબઈ પોલીસના સસ્પેન્ડ API સચિન વઝે ચલાવી રહ્યા હતા. જોકે હિરેનનો મૃતદેહ રેતીની ખાડીમાંથી 5 માર્ચે મળી આવ્યો હતો પરંતુ ત્યારે ગાડી મળી નહતી. માનવામાં આવે છે કે, આ ગાડીને નષ્ટ કરી દેવામાં આવી હોય. આ ગાડીની નંબર પ્લેટ થોડા દિવસ પહેલાં મુંબઈની મીઠી નદીમાંથી મળી આવી હતી. NIAની ટીમ કારને ડિસમેન્ટલ કરનાર ગેરેજમાં આ વિશે તપાસ કરી રહી છે.નંબર પ્લેટ સામે આવ્યા પછી કારના માલિક વિનયે જાતે પોલીસ સ્ટેશન પહોંચીને તેની ઓળખ કરી હતી. તેમણે જણાવ્યું કે MH-20-FP-1539 નંબર વાળી તેની કારની 16 નવેમ્બર 2020માં ચોરી થઈ હતી. તેણે તેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તેઓ FIRની કોપી પણ સાથે લઈને આવ્યા હતા.
મનસુખ હત્યા કેસ ATSના હાથમાંથી NIA પાસે જતો રહ્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી NIA આ મામલે અત્યાર સુધીમાં સચિન વઝેની સાથે કોન્સ્ટેબલ વિનાયક શિંદે, ક્રિકેટ બુકી નરેશ ગોર અને સસ્પેન્ડેડ સહાયક પોલીસ રિયાઝુદ્દીનની ધરપકડ કરી લીધી છે. સચિન વઝેની કથિત મહિલા મિત્રની ધરપકડ વિશે NIA તરફથી હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. વઝે હાલ મુંબઈની કલોજા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આમ ખુદ પોલીસ જ આવા ક્રાઈમ માં ગુના ને અંજામ આપતી હોય ત્યાં આવા ભ્રષ્ટ ખાતા ઉપર જનતા નો ભરોસો ઉઠી રહ્યો છે.
