સરકારે પોસ્ટ ઑફિસના નિયમોમાં ફેરફાર કરીને કેટલાક વિશેષ લોકોને આ સુવિધાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત સરકારની કોઈપણ કલ્યાણ યોજનામાં પુખ્ત સભ્યો તરીકે નોંધાયેલા સભ્યો આ સુવિધાનો લાભ લઈ શકે છે.આ સંદર્ભે નાણાં મંત્રાલય દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તદનુસાર, નોંધાયેલ સભ્યો પોસ્ટ ઑફિસમાં બેસિક સેવિંગ્સ એકાઉન્ટ (એટલે કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ) ખોલી શકે છે. તેમના સિવાય, આવા સગીરના વાલી પણ તેમાં જોડાઈ શકે છે, જોકે આ માટે તેઓએ કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડશે. આ પોસ્ટ ઑફિસ સુવિધાનો લાભ ત્યારે જ મળી શકે જ્યારે અરજદારનું એક જ ખાતું હોય. એકથી વધુ ખાતા ખોલનારાને આમાં સામેલ કરવામાં આવશે નહીં. જો તમે પેન્શન, શિષ્યવૃત્તિ, એલપીજી સબસિડી જેવા કોઈ સરકારી લાભ લઈ રહ્યા છો અને તમારા બચત ખાતામાં ન્યૂનતમ બેલેન્સ રાખવા માંગતા નથી, તો પછી તમે પોસ્ટ ઑફિસમાં ઝીરો-બેલેન્સ ખાતું ખોલી શકો છો. દરેકને બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ માં પૈસા જમા કરવાથી ઉપાડ સુધીના નિયમો નિર્ધારિત છે. તેમાં મહત્તમ 50,000 રૂપિયા જ રાખી શકાય છે. જ્યારે નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જો તમે એક મહિનામાં પૈસા ઉપાડતા હોવ તો તેની મર્યાદા 10 હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. પરંતુ સરકારે પોસ્ટ ઑફિસના ઝીરો બેંક ખાતાને લગતી આવી કોઈ મર્યાદા નક્કી કરી નથી.
