દેશ માં કોરોના ની સ્થિતિ ખુબજ વિકટ છે કોઈ રાહત ના સમાચાર નથી ત્યારે ઉપર થી નેતાઓ મનફાવે તેવો બફાટ કરીને જનતા ને નિરાશ કરી રહ્યા છે,મધ્ય પ્રદેશમાં હાલમાં સ્થિતિ ભયાનક છે, અહીંના હોસ્પિટલોમાં ઓક્સિજન નહિ મળતા અનેક લોકો મોત ને ભેટી રહ્યા છે ત્યારે શિવરાજ સરકારના પશુપાલન મંત્રીએ એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે ઉંમર થઈ હોય તો મોત થાય તેમાં શુ ? કોઈ પણ આ મોતને ન રોકી શકે, તમે કહો છો કે ઘણા લોકો કોરોના માં પ્રતિદિન મરી રહ્યા છે પણ જેની ઉંમર હૈ જાય છે, તેમને મરવું પણ પડે તે કોઈ નવી વાત નથી આમ લોકો ના કોરોના થી થતા મોત સામે આવું નિવેદન આપતા આવા ડફોળ નેતાઓ સામે લોકો માં હવે આક્રોસ ફેલાયો છે.
મંત્રી પ્રેમસિંહ પટેલ આજે MP ના બડવાની જિલ્લામાં આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે કલેકટરની સાથે ત્યાં પહોંચ્યા હતા, તેઓ આ જિલ્લાના પ્રભારી મંત્રી પણ હતા તેવે સમયે વિવાદાસ્પદ નિવેદન આપ્યું સમાચાર એજન્સીના ટ્વિટર પર પણ તેને શેર કરવામાં આવ્યુ છે.
ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં પણ કોરોના બેકાબુ થતા સરકારે નાઈટ કર્ફ્યૂ અને લોકડાઉન જેવા પગલાં ભરવા પડ્યા છે, કોરોનાના લીધે થતાં મોતની સ્મશાનગૃહોની સંખ્યા અને સરકારના આંકડાઓમાં ખૂબ મોટું અંતર છે,આવી સ્થિતિની વચ્ચે મધ્ય પ્રદેશ સરકારના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જેમની ઉંમર થઈ જાય તેમને મરવું પણ પડે…!!
આમ જનતા ના ઊંચા પગાર અને સવલતો જોઈ ને ફાટી ગયેલા નેતાઓ જનતા માટે હવે લવારા કરી રહ્યા છે.