સમગ્ર દેશમાં મેડિકલ ઓક્સિજનનું સંકટ વધતું જાય છે. સમયસર ઓક્સિજન ના મળવાના કારણે મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના મોત થાય છે. હવે કેન્દ્ર સરકારે આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે પ્રાથમિક તબક્કે 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન ઈમ્પોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના ઈમ્પાવર્ડ ગ્રૂપ-2 (EG2)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે પીએમ કેર્સ ફંડની મદદથી સમગ્ર દેશમાં 100 નવી હોસ્પિટલો શરૂ કરવામાં આવશે, જ્યાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. કોરોનાના સૌથી વધારે પ્રભાવિત દેશોના 12 રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની ઉપ્લબધતા તપાસવામાં આવે. પ્રેશરસ્વિંગ એડસોરપ્શન (PSA)વાળી 100 હોસ્પિટલોની ઓળખ કરવી. એવી હોસ્પિટલો જે પોતાના ઓક્સિજન બનાવવામાં સફળ રહે છે. જેનાથી મેડિકલ ઓક્સિજનની નેશનલ ગ્રિડ પર ભારણ ઓછું થાય છે. PM-Cares ફંડે આવા 162 PSA પ્લાન્ટ બનાવવા માટે ફંડ જાહેર કર્યું છે. 100 એવી હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી રહી છે, જે પોતાના ત્યાં આવા પ્લાન્ટ લગાવી શકે. જેનાથી દેશમાં મેડિકલ ઓક્સિજનની કમી ના રહે.
