દેશમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોના ના 2.33 લાખથી વધુ નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે પણ સરકાર હાલ બંગાળ ની ચુંટણીઓ માં વ્યસ્ત છે આ બધા વચ્ચે 1338 લોકોના મોત થઈ ચૂક્યા છે,જોકે આ આંકડો સરકારી છે પરંતુ સાચો આંકડો 24 કલાક સ્મશાનો ચાલુ હોય ત્યાં જઈને મેળવાય તો અનેકગણો વધારે છે અત્યાર સુધી માં સેંકડો લોકો મોત ને ભેટી ચૂકયા છે.
કોરોના વાયરસ આખા દેશને ઝડપ થી સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને માત્ર એક દિવસમાં રેકોર્ડબ્રેક 2 લાખ 33 હજાર 757 લોકો પોઝિટિવ સામે આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં 1.45 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું છે. આ આંકડો આજે સાંજ સુધીમાં દોઢ કરોડને પાર થઈ જવાની શક્યતા છે.
સંક્રમણના કારણે 24 કલાકની અંદર 1,338 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ મૃત્યુઆંક સત્તાવાર છે. સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનોમાં પહોંચતા મૃતદેહો આ કરતાં ઘણા વધારે છે. ત્યાંથી જે તસ્વીરો સામે આવી રહી છે તે ખરેખર ભયાનક છે. તમે સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં લાગેલી લાંબી કતારો દ્વારા આનો અંદાજ ધ્રુજાવનારો છે.
શુક્રવારે 1 લાખ 61 હજાર 422 એટલે કે 69.05% નવા દર્દીઓ માત્ર 7 રાજ્યોમાં જ વધ્યા છે. આમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં, 63,729,, ઉત્તર પ્રદેશમાં 27,360, દેશની રાજધાની દિલ્હીમાં 19,486, કર્ણાટકમાં 14,859, છત્તીસગઢમાં 14,912, મધ્યપ્રદેશમાં 11,045 અને કેરળમાં 10,031 લોકોને સંક્રમણ લાગ્યું છે. આ રાજ્યોમાં જ સૌથી વધુ 939 એટલે કે 70.17% જેટલા મૃત્યુ નોંધાયા છે.
બીજી તરફ દેશ માં ઉભી થયેલી મહામારી વચ્ચે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દેશના તે તમામ રાજયોના આરોગ્ય મંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. જ્યાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ડો.હર્ષ વર્ધનને જણાવ્યું કે આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આમ એક તરફ માણસો ટપોટપ મરી રહ્યા છે બેહદ સંક્રમણ ફેલાયું છે ત્યારે સરકાર ચુંટણીઓ માં વ્યસ્ત હોય લોકો માં આ વાતે ભારે આશ્ચર્ય જન્માવ્યું છે અને રાજકારણ ની વરવી છબી લાચારી ભાવે જોઈ રહેવા મજબૂર બન્યા છે.