વલસાડ જિલ્લા માં કોરોના ના કેસો ખુબજ ઝડપ થી વધતા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન નો અમલ કરાઈ રહ્યો છે ત્યારે ધરમપુર માં ગતરોજ કોરોના ના નવા 95 કેસ નોંધાતા ધરમપુર તાલુકાના વેપારીઓ દ્વારા ત્રણ દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતા ધરમપુર માં બંધ ની અસર જોવા મળી હતી. આજે શનિ-રવિ અને સોમવાર એમ ત્રણ દિવસ ધરમપુરની તમામ દુકાનો બંધ રહેશે.
ધરમપુર અને તેના આજુબાજુના ગામડાઓની દુકાનો પણ બંધ રાખવા વેપારીઓ તેમજ અગ્રણીઓએ તંત્ર સાથે મળેલી મિટિંગ બાદ વધતા કેસોને અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લેવાતા આજથી ત્રણ દિવસ ધરમપુરમાં આવશ્યક ચીજ વસ્તુઓજ મળશે તે સિવાય તમામ ધંધા રોજગાર બંધ રહેશે.
