ટીવી સિરિયલ શક્તિમાન ના ડોક્ટર જૈકાલ નો રોલ અદા કરનારા લલિત પરીમૂ કોરોના માં સપડાતા તેઓની હાલત ગંભીર બતાવાઈ રહી છે. તેઓ હાલ મુંબઇનાં ભાયંદર મીરા રોડ સ્થિત એક કોવિડ સેન્ટરમાં ICU વોર્ડમાં સારવાર હેઠળ છે અને તેમને પ્લાઝ્મા ની સખત જરૂર હોય જાણીતા નિર્માતા-નિર્દેશક હંસલ મેહતા એ સોશિયલ મીડિયા પર લલિત પરીમૂ માટે પ્લાઝ્મા ના દાન માટે મદદ ની અપીલ કરી છે. હંસલ મેહતાએ લખ્યું છે, ‘એક્ટર લલિત પરીમૂ પ્રમોદ મહાજન હોલને આઇસીયૂ વોર્ડ 5માં ભરતી છે. લલિતને પ્લાઝ્માની તાત્કાલિક જરૂર છે. તેનું બ્લડ ગ્રુપ A પોઝિટીવ છે. મહેરબાની કરી મદદ કરો.’ હેદર, એજન્ટ વિનોદ, મુબારકાં, હજાર ચોરાસી કી મા જેવી ઘણી પ્રખ્યાત ફિલ્મો અને શક્તિમાન જેવી ધારાવિહકમાં કામ કરી ચુકેલાં લલિત પરિમૂએ વેબ સીરીઝ ‘સ્કેમ’માં એક CBI ઓફિસરનો રોલ અદા કર્યો છે.
લલિત પરિમૂએ ‘શક્તિમાન’માં વિલન ડો જયકાલનો રોલ અદા કર્યો હતો. આ ઉપરાંત તેમણે આહટ, કોરા કાગઝ, સાયા, સીઆઇડી, રિશ્તે, રિમિક્સ જેવાં શોમાં પણ કામ કર્યું છે.તેઓ હાલ કોરોના પોઝીટિવ આવતા નાજુક હાલત માં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહયું છે.