વલસાડ જિલ્લામાં કોરોના વકરતા સ્થિતિ વિકટ બની રહી છે અને કેસો સતત વધતા તેની ગંભીરતા સમજી વલસાડ સિવિલ હોસ્પિટલમાં 300 બેડ ફૂલ થઈ જવાની નજીક આવતા વહીવટી તંત્ર એ ઇમરજન્સી બેઠક કરી 100 બેડ વધારવાનો નિર્ણય અમલ માં મૂકી દીધો છે.
હવે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ની સુવિધાઓ સાથેના કુલ 400 બેડ થઈ ગયા છે. વલસાડ જિલ્લામાં ગામડાઓ અને શહેરની હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા કરાઈ છે. જિલ્લાના દરેક તાલુકામાં એક નોડલ ઓફિસની નિમણુંક કરવામાં આવી છે જેઓ 108 ના સંપર્કમાં રહી કોરોના ના પેશન્ટ ઉપર સીધું ધ્યાન આપી શકશે.
આમ વલસાડ માં કોરોના ના કેસો વધતા ખાનગી હોસ્પિટલમાં પણ બેડ નથી મળી રહ્યા ત્યારે સિવિલ માં 300 બેડ હતા તે પણ ભરાઈ જવાના આરે આવતા આખરે તંત્ર દ્વારા વધુ 100 બેડ ઉભા કરી દેવામાં આવ્યા છે.
