દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાની સારવાર માટે અતિ ઉપયોગી રેમડેસિવીર ઈંજેક્શન માટે મોટી મોટી લાઈનો લાગે છે. કેન્દ્ર સરકારે દેશમાં કોરોના દર્દીઓને મોટી રાહત આપતા સમાચાર છે. કેન્દ્ર સરકારે મોટી રાહત આપતાં રેમડેસિવીર ઈંજેક્શનોની કિંમતમાં ભારે ઘટાડો કરી દીધો છે. સરકારે આ ઇંજેક્શનની કિંમત 2 હજાર રૂપિયા સુધી ઓછી કરી દીધી છે.જણાવી દઈએ કે દેશમાં સાત અલગ અલગ કંપનીઓ રેમડિસિવિર ઈંજેક્શન બનાવે છે. કોરોના વાયરસની સારવારમાં આ ઈંજેક્શનોનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં કોરોના સંક્રમણ વધતાં કોરોના દર્દીઓની સંખ્યા વધવા સાથે જ દેશમાં આ ઈંજેક્શનની ડિમાન્ડ પણ વધી ગઈ છે. જેને જોતાં સરકારે તેના ભાવમાં ઘટાડો કરવાનો અને સામાન્ય લોકો સુધી પહોંચતી કરવાનો પ્રયાસ કર્યો છે.કેન્દ્ર સરકારે આ ઈંજેક્શનોની કિંમત ઘટાડવા માટે આદેશ જારી કરી દીધા છે. આ કિંમતોમાં ઘટાડો કરવા માટે કેમિકલ ફર્ટિલાઈઝર મંત્રાલય દ્વારા છેલ્લા 2 દિવસોથી સતત કંપનીઓ સાથે વાતચીત ચાલુ હતી. કોરોના દર્દીને રેમડેસીવીર 6 ઈંજેક્શનનો કોર્સ કરાવવામાં આવે છે. જેના માટે દર્દીઓના સગાઓ લાંબી લાઈનો લગાવતા હતા. ઈંજેક્શનનોના કાળા બજાર પણ ચાલુ થયા હતા.
