રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને નવા કોરોના ના કેસ 9 હજાર ઉપર પહોંચી ગયા છે , છેલ્લા 24 કલાકમાં 9,541 નવા કેસ નોંધાયા છે અને 3,783 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સુરત શહેરમાં 26, અમદાવાદ શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 7, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 3, બનાસકાંઠા, ભાવનગર અને ભાવનગર શહેર, જામનગર, જામનગર શહેર, મહેસાણા, અને રાજકોટ જિલ્લામાં 2-2, ભરૂચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર શહેર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં 1-1 મળી રાજ્યમાં કુલ 97 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
રાજ્યમાં એક અઠવાડિયા એટલે કે 9 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. અગાઉ 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5267એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 84.61 ટકા થયો છે.
આમ આ સરકારી આંકડા છે પણ વાસ્તવિક આંકડા જુદા હોય શકે છે કારણ કે ખાનગી હોસ્પિટલ અને ઘરે સારવાર લેતા કે મૃતકો ની નોંધ લેવામાં આવતી નથી,પરિણામે વાસ્તવિક આંકડો મોટો છે.