ગુજરાત બોર્ડર ઉપર આવેલ મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લામાં રોજિંદા 700 થી વધુ કોરોના પેશન્ટ નોંધાતા તેની ગંભીરતા સમજી નંદુરબાર રેલવે સ્ટેશન પર કોરોના એક્સપ્રેસ ટ્રેન ઉભી કરાઈ છે જેમાં 31 કોચમાં કોરોનાગ્રસ્ત 400 જેટલા દર્દીઓ ને સારવાર મળી રહે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેનો લાભ મહારાષ્ટ્ર ને અડીને આવેલા ગુજરાતના ઉચ્છલ, નિઝર ઉપરાંત તાપી જિલ્લાના અન્ય દર્દીઓને પણ મળી શકશે.
અહીં આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરિયાત પ્રમાણે ડોક્ટર, નર્સ, આરોગ્ય કર્મચારીઓની નિયુક્તિ કરવામા આવી છે. નોંધનીય છે કે નંદુરબાર જિલ્લામાં કુલ 8 હજાર કરતાં વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. 470 દર્દીઓ ના કોરોનામાં મોત થઈ ગયા છે. ત્યારે આ કોરોના એક્સપ્રેસ મારફતે કોરોના ના દર્દીઓને સારવાર નું શ્રેષ્ઠ માધ્યમ પુરવાર થશે. કોવીડ એક્સપ્રેસમાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પેશન્ટ ઉપર રેલવેમાં સારવાર કરવામા આવશે. એક કોચમાં કુલ 16-20 પેશન્ટની વ્યવસ્થા કરી છે. સ્વચ્છતાગૃહ, ઓક્સિજન, કુલર, પાણી વ્યવસ્થા કરવામાં આવી છે.
નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર કોરોના એક્સપ્રેસ આવતા પ્લેટફોર્મ નં 3 પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરી પ્રવેશ પર પાબંદી મુકાઇ છે.
કોરોના એક્સપ્રેસ માં ઠંડક જળવાય તે માટે છત ઉપર કંતાન નું આવરણ અને દર્દીને યોગ્ય સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ પર મંડપ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે કોચ માં કુલરની પણ સગવડ કરવામાં આવી છે આમ કોરોના ના દર્દીઓને સારવાર માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.