પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ કોરોનાથી સંક્રમિત થતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. હાલમાં મળતી માહિતી મુજબ કોંગ્રેસ યુપીએ2માં પ્રધાનમંત્રી રહેલા મનમોહનસિંહ કોરોના પોઝીટીવ થયા છે. હાલ તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. હાલ તેમની તબિયતને લઈને કંઈ વધુ નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ડો.મનમોહનસિંહે સૂચન કર્યુ હતુ કે, સરકારે દરેક રાજ્યોને પૂરા પાડેલા ડોઝના આંકડા જાહેર કરવા જોઈએ અને કેટલા ટકા વસતીને રસી મુકાઈ તેના પર ધ્યાન આપવુ જોઈએ. સરકારે રાજ્ય સરકારનો રસીકરણ માટે ફ્રન્ટ લાઈન વર્કર્સ ની કેટેગરી નક્કી કરાવની છુટ આપવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને તેનો જવાબ આપ્યો છે.તેમણે પ્રતિભાવ આપતા કહ્યુ છે તે, આ પ્રકારના સમયમાં જો કોંગ્રેસના જ નેતાઓ ડો.મનમોહનસિંહના સૂચનો ધ્યાનમાં રાખીને સરકાર સાથે સહયોગ કરે તો વધારે સારી વાત હશે. એવુ લાગે છે કે, જે લોકોએ તમારા માટે (ડો.મનમોહનસિંહ) પત્ર તૈયાર કર્યો છે તેમણે તમને પૂરી હકીકતથી વાકેફ કર્યા નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના નેતા મનમોહનસિંહે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે તેમણે સરકારને વેક્સિના ડોઝને લઈને પણ મુદ્દો ઉઠાવ્યો હતો.
