ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજ સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11 હજાર 403 કેસો નોંધાયા છે. જેને સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે આજ રોજ નવા 117 લોકોના મોત નિપજ્યાં છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 4258, સુરતમાં 2363, રાજકોટમાં 761 અને વડોદરામાં 615 નવા કેસો નોંધાયા છે.
કુલ 5494 દર્દીઓના મોત
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 117 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 30, રાજકોટમાં 10 અને વડોદરામાં 11 દર્દીઓ સહિત આજ રોજ નવા 117 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5494 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 68 હજાર 754એ પહોંચી
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4179 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 41 હજાર 724 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 68 હજાર 754 એ પહોંચી છે. જ્યારે 341 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 68 હજાર 413 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.