કોરોના ની ખતરનાક સ્થિતિ માં પણ સરકાર ભાષણ ના માધ્યમ થી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે અને આવી સ્થિતિ માં પણ ગુજરાત સરકારે રાજ્યપાલનું ભાષણ સાંભળવા માટે 50 ટકા નહીં, 100 ટકા શૈક્ષણિક સ્ટાફને હાજર રહેવા પરિપત્ર કરવામાં આવ્યો છે.
આ પરિપત્ર મુજબ, કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિમાં સમાજને આપણા માનસિક, શારીરિક ટેકાની, હૂંફની, માર્ગદર્શનની તથા પ્રેરણાની જરૂર છે. રાજ્યના તમામ લોકો સુધી આ બાબતે યોગ્ય સંદેશો પહોંચી શકે તે માટે પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શન રાજ્યપાલ, શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં બાસેગના માધ્યમથી આપનાર છે.
આ કાર્યક્રમનું વંદે ગુજરાત ચેનલ-1 તેમજ GSHSEB GANDHINAGARની Youtube ચેનલ મારફતે LIVE નિહાળવા માટે રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 100 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાળામાં બેઠક વ્યવસ્થા ગોઠવીને 24 એપ્રિલને શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી 11:30 કલાક દરમિયાન આ કાર્યક્રમ નિહાળે એવી વ્યવસ્થા કરવા વિનંતિ કરવામાં આવે છે.
એક તરફ રાજ્યમાં કોરોનાના દૈનિક 10 હજારથી વધુ કેસ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે અને હવે રાજ્ય સરકાર પણ ક્યાંય બેડ ખાલી ન હોવાનો સ્વીકાર કરી રહી છે. રાજ્યમાં રવિવારે ઓલટાઈમ હાઈ 10,340 નવા કેસ નોંધાયા અને 110 દર્દીના મોત થયા છે ત્યારે આવું બધું કરવાને બદલે માત્ર ભાષણો માંથી બહાર આવી ગ્રાઉન્ડ ઉપર વાસ્તવિક કર્યો થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.