ડોમિનોઝ ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર અટેક થયો છે. ફેમસ પીઝા આઉટલેટ ડોમિનોઝ ઇન્ડિયા પર સાઇબર અટેક કરી 13 જીબી ઇન્ટર્નલ ડેટા ચોરી થઇ ગયા છે. એમાં આઇટી, લીગલ, ફાઇનાન્સ, માર્કેટિંગ, કર્મચારીઓની જાણકારી સાથે ઓપરેશન્સની પણ જાણકારી હતી. હેકર્સનો દાવો છે કે આ જાણકારી એમને 18 કરોડ ઓર્ડર ડિટેલ્સમાંથી મળી છે, જેમાં ગ્રાહકોના ફોન નંબર્સ, ઈ-મેઈલ આઈડી, પેમેન્ટ ડીટેલ, ડિલિવરી સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની જાણકારી પણ સામેલ છે.
આ સૂચીમાં એ લોકોના નામ પણ છે, જેમણે ડોમિનોઝ એપથી ઓર્ડર કર્યું છે. ઈઝરાઇલ સાઇબર ક્રાઇમ ઇન્ટેલિજન્સના કો ફાઉન્ડર એલન ગલએ એનો ખુલાસો કર્યો છે. જો કે ડોમિનોઝ ઇન્ડિયાએ આ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી અને ના તો એની પુષ્ટિ કરી છે. એલન ગલનો દાવો છે કે ડોમિનોઝ ઇન્ડિયાનો હેક થયેલ ડેટા વેબ પર ઓન સેલ છે અને હેકર્સ એના એવેજમાં 4 કરોડ રૂપિયા ડિમાન્ડ કરી રહ્યા છે. હેકર્સ એને માત્ર એક જ વિક્રેતાને વેચવા માંગે છે જેના માટે સર્ચ પોર્ટલ પણ બનાવી રહ્યા છે જ્યાં ડેટા અંગે જાણકારી મેળવી શકાય.
જણાવી દઈએ કે, આ પ્રકારના ડેટા ડાર્ક વેબ પર ક્રિપ્ટો કરન્સી બીટકોઈન દ્વારા અઘોષિત કિંમત પર વેચવામાં આવે છે. આ ડેટા માટે હેકર પણ ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી રહ્યા છે એના પર યુઝર્સ ડેટા સ્ટોર કરી પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યોરિટી સ્ટાન્ડર્ડનું પાલન કરે છે. જો હેકર કાર્ડ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે હૅશ એલ્ગોરિધમનો ઉપયોગ કરી શકે છે તો તેઓ માસ્ટર કાર્ડ નંબરને પણ ડીક્રીપટ કરી શકે છે. આ સ્થિતિમાં તમામ કાર્ડધારકોના એકાઉન્ટને ખતરો હોઈ શકે છે.