કોરોના હાડમારી વધતા હવે રસી ઉપર ના નિયંત્રણ હઠાવી દેવામાં આવ્યા છે અને કોરોના રસી અભિયાન વધુ ગતિ પકડે તે માટે સંસ્થાઓ, રાજ્ય સરકારો ને કંપની પાસે થી રસી નું સીધું ડિલ કરવા છૂટ અપાઈ છે.
હવે રાજ્ય સરકારો, ખાનગી હોસ્પિટલો અને કોર્પોરેટ જૂથો સીધી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદી શકશે. વેક્સિન ઉત્પાદક કંપનીઓએ વેક્સિનની કિંમત કોન્ટ્રાક્ટ પહેલા જ જાહેર કરવી પડશે. જોકે, ભારતીય કંપનીઓએ 50% વેક્સિન કેન્દ્રને આપવી પડશે, જ્યારે બાકીના 50% ડોઝ તેઓ રાજ્ય સરકારો અને ખુલ્લા બજારોમાં વેચી શકશે.
દેશમાં 16 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનું શરૂ થયું હતું. પહેલી માર્ચથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન ડોઝ આપવાનો બીજો તબક્કો શરૂ થશે. અત્યાર સુધી કુલ 10.73 કરોડ લોકોને 12.39 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. એટલે કે અત્યાર સુધી દેશની ફક્ત 8% વસતીને ઓછામાં ઓછો એક ડોઝ આપી શકાયો છે. આ સ્થિતિ જોતા કેન્દ્ર સરકારે રસીકરણનો વ્યાપ વધાર્યો છે. હવે રાજ્ય સરકારો પોતે નક્કી કરી શકશે કે, કયા વર્ગને પહેલા અને કોને પછી રસી આપવાની છે. આમાં મુખ્ય ઉદ્દેશ્ય રસી કરણ નો વ્યાપ અને જાગૃતિ વધારવાનો છે જેથી કેટલાક અંશે કોરોના ઉપર નિયંત્રણ કરી શકાય.