રાજ્ય માં કોરોના એ હવે ગંભીર રૂપ ધારણ કરી લીધું છે ,કોરોના માં લોકો ના મોટાપાયે મોત થઈ રહ્યા છે. મોત થયાં બાદ મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી છે. હવે મૃતદેહ લઈ જવા માટે શબવાહિની ખૂટી પડતા હવે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવીને મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા હોવાની વાસ્તવિકતા સામે આવી છે.
108 એમ્બ્યુલન્સ નો સ્ટાફ હવે હોસ્પિટલ અને સ્મશાન બન્ને માટે કામ કરી રહ્યો હોવાનું સામે આવી રહયું છે.
કોરોના નો બોમ્બ ફાટતાં હવે રાજ્ય માં મોટા ભાગની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલની બહાર દર્દીઓને લઈ ઉભેલી એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગી રહી છે. કોરોનાને કારણે મોત થયાં બાદ ડેડબોડી હોસ્પિટલમાંથી લેવા અને સ્મશાનમાં પણ લાંબી લાઇન લાગે છે. ડેડબોડી વધતાં સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે છતાં ડેડબોડી લઈ જવા માટે વપરાતી શબવાહિની અને એમ્બ્યુલન્સ ખૂટી પડતાં હવે 108નો ઉપયોગ પણ ડેડબોડી લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેરના સિવિલ વિસ્તારમાં રોડ પર 108 એમ્બ્યુલન્સ ફરતી નજરે પડી હતી, આ 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનાં સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં, એમ્બ્યુલન્સના આજુબાજુના 2 ભાગ તથા પાછળ દરવાજા પર શબવાહિની લખવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ પણ કોરોનાની ડેડબોડી લઈ જવા માટે જ કરવામાં આવી રહ્યા ની વાસ્તવિક સ્થિતિ જોવા મળી રહી છે.