કોરોના સંકટકાળમાં બેફામ ભાવવધારાથી પણ સામાન્ય વર્ગ પરેશાન થઇ ગયો છે. કોવિડ દર્દીઓને સારવાર સાથે લીલાં નાળિયેર પીવાની સલાહ અપાતી હોવાથી અત્યારે શહેરમાં લીલાં નાળિયેરની અછત સર્જાઇ છે અને ૩૦થી ૪૦ રૃપિયામાં મળતા નાળિયેરનો ભાવ અત્યારે ૭૦થી ૧૦૦ રૃપિયાએ પહોંચ્યો છે.
કોરોનાના કારણે થતાં કફ અને તાવની સારવાર દરમિયાન લીલાં નાળિયેર અને વીટામીન સી ધરાવતા ફળો વધુ પ્રમાણમાં ખાવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવે છે. જેના કારણે શહેરના મોટાંભાગના વિસ્તારોમાં લીલાં નાળિયેરની અછત સર્જાઇ છે અને વેપારીઓએ પણ નાળિયેરાના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. અગાઉ જે નાળિયેર ૩૦થી ૪૦ રૃપિયામાં મળતા હતા તેનો ભાવ અત્યારે ૭૦થી ૧૦૦ રૃપિયા કરી દેવામાં આવ્યો છે અને ઘણી ઘણી જગ્યાએ આ ભાવ આપતા પણ નાળિયેર મળી રહ્યા નથી.