મુંબઇઃ ભારતમાં કોરોના સંકટ વચ્ચે તબીબી સારવાર માટે વપરાતા ઓક્સિજનના સિલિન્ડરની મોટી અછત સર્જાય છે. તો બીજી બાજુ તબીબી સારવારમાં વપરાતા પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરના ઓનલાઇન વેચાણમાં જંગી વધારો થયો છે. ડિલર્સનું કહેવુ છે કે છેલ્લા 4 દિવસમાં પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની માંગ 4 ગણા વધી છે. ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મના ડિલરોનું કહેવુ છે કે પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની કિંમત 20-30 ટકા સુધી વધી ગઇ છે. ઇન્ડિયામાર્ટથી લઇને એમેઝોન – ફ્લિકાર્ટ સુધી લગભગ દરેક ઓનલાઇન પ્લેટફોર્મ પર પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરનો સ્ટોક સમાપ્ત થઇ ગયો છે.
સ્ટોક ઉપલબ્ધ થવા પર પણ કેટલાંક પિન કોડ સુધી ડિલિવરી મર્યાદિત રહે છે. ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ્સના ડિલરોનું કહેવુ છે કે પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની આગામી ડિલિવરી માટે 10-15 દિવસનું વેઇટિંગ પિરિયડ છે. પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની માંગમાં અચાનક થયેલ વધારાનું કારણ કોરોના વાયરસના કેસોમાં ઝડપી વધારો છે.
ઇન્ડિયામાર્ટ પર વેચાણ કરનાર ઓનલાઇન ડીલર ગ્રૂપ ટેક ઇન્ડસ્ટ્રીઝનું કહેવુ છે કે પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરનો સ્ટોક સમાપ્ત થવાના કારણે અમને છેલ્લા ચાર દિવસથી પોતાની વેપારી ગતિવિધીઓ બંધ કરવી પડી છે. કોઇમ્બટૂર સ્થિત ડિલર લાઇફટેક્સના પ્રોપરાઇટરનું કહેવુ છે કે અમે ઓર્ડર લઇ રહ્યા છીએ પરંતુ અમે તે વાતને લઇને અનિશ્ચિતત છીએ કે ઓક્સિજન સિલિન્ડરનો સ્ટોક ક્યારથી ઉપલબ્ધ થઇ શકશે. આગામી સ્ટોક આવવામાં મિનિમમ 10-15 દિવસનો સમય લાગી શકે છે.
ડિલરોનું કહેવુ છે કે ઓક્સિજન સિલિન્ડરની સપ્લાય શિડ્યૂલને લઇ મેન્યુફેક્ચર્સ તરફથી કોઇ નિવેદન આવ્યુ નથી. એક પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની કિંમત મિનિમમ 5000 રૂપિયા હોય છે. તેમાં શુદ્ધ કુદરતી ઓક્સિજન ભરેલુ હોય છે. પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરવો સરળ હોય છે કારણ કે તેમાં આંગળથી સંચાલિત થઇ શકે તેવો વાલ્વ હોય છે.