અમદાવાદના ખોખરા વિસ્તારમાં લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાઈપુરા પાસે ગત મોડી રાતે આ હુમલો થયો હતો. પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ અને સરકારી ફરજમાં રૂકાવટની 50થી વધુ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધી છે.
અમદાવાદ શહેરમાં ફરી એક વખત પોલીસ પર હુલમો થયો છે. ભાઈપુરા વિસ્તારમાં કે જ્યાં અગાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર પણ હુમલો થયો હતો. ત્યાં લોકડાઉનનુ પાલન કરવા માટે ખોખરા પોલીસનો સ્ટાફ ગત મોડી રાતે ગયો હતો. જ્યાં મંદિર પાસે મહિલા બુટલેગર ભુરી બોકડે, કાજીબાબા ડકાતે, સાયબા ડકાતે. સહીત 10 જેટલા લોકો બેઠા હતા.. જેની વિરુધ્ધ ધરપકડની કાર્યવાહી કરતા પોલીસ કર્મચારી વિજય ભાઈ પર હુમલો કરવામાં આવ્યો અને જેને લઈ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.