નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે સરકારો તો ફેલ ગઈ છે, પણ આખરે સુપ્રીમ કોર્ટને મેદાને આવવુ પડ્યુ છે. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને કોરોનાને કાબૂ લેવા માટે થઈને જે પરિસ્થિતી છે, તેને લઈને નોટિસ ફટકારી છે. આ અંગે સરકાર પાસેથી કોર્ટે જવાબ પણ માગ્યા છે.
દેશમાં કોરોનાની હાલત પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચિંતા વ્યક્ત કરી છે. વડી અદાલતના ચીફ જસ્ટિસે કહ્યુ હતું કે, દેશમાં હાલ કોરોનાની સ્થિતીથી નેશનલ ઈમરજન્સી જેવી થઈ ગઈ છે. દેશમાં કોરોનાની આવી પરિસ્થિતી જોતા સુપ્રીમ કોર્ટ ગંભીર બની છે. કોર્ટે ચાર મુદ્દા પર જાતે સંજ્ઞાન લેવાનું વિચાર્યુ છે. જેમાં ઓક્સિજનની સપ્લાઈ અને વેક્સિનનો મુદ્દો શામેલ છે. આ અંગે ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારને નોટિસ પણ ફટકારી છે.
કોરોનાના વધતા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઓક્સિજન સાથે દવાઓની અછત પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યુ છે કે તેની પાસે કોવિડ-19ની સ્થિતિ સામે લડવા કયો એક્શન પ્લાન છે. કોર્ટે હરીશ સાલ્વેને એમિકસ ક્યૂરી પણ નિયુક્ત કર્યા છે.
- ઓક્સિજન, દવા અને વેક્સિન સપ્લાય અંગે જવાબ માગ્યો
- સુપ્રીમે લોકડાઉનના અધિકાર અંગે પણ જવાબ માગ્યો
- કોરોના સામેની સ્થિતિમાં લડવાનો એક્શન પ્લાન માગ્યો
- મોદી સરકારે સુપ્રીમમાં આપવો પડશે લેખિતમાં જવાબ
સુપ્રીમ કોર્ટે ચાર મહત્વના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન માંગ્યો છે. તેમાં પહેલો-ઓક્સિજન, બીજો-દવાઓની સપ્લાય, ત્રીજો-વેક્સીન આપવાની રીત અને પ્રક્રિયા તથા ચોથો-લોકડાઉન કરવાનો અધિકાર ફક્ત રાજ્ય સરકારને હોય, કોર્ટને નહી. હવે આ મામલે આગામી સુનાવણી 23 એપ્રિલ એટલેકે આવતીકાલે થશે.