દેશ માં કોરોના ની આફત ઉભી થઇ છે લોકો બેહાલ છે,ક્યાંય રાહત ના સમાચાર ના નથી ત્યારે આ બધા વચ્ચે હવે કોરોનાના વેક્સિનેશનનો નવો તબક્કો શરૂ થવાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગયો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે ગત દિવસોમાં પોતાની કોવિશીલ્ડ વેક્સિનના ભાવ જાહેર કર્યા હતા, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે અલગ-અલગ ભાવ નક્કી કરવામાં આવતા આખરે કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કેન્દ્ર સરકારની વેક્સિન પોલિસીઓ પર સવાલ ઉઠાવ્યા છે.
સોનિયા ગાંધીએ કહ્યું હતું, એક તરફ દેશમાં કોરોના મહામારી માં લોકો કંગાળ થઈ ગયા છે બીજી તરફ કોરોના નો ભોગ બનેલા પરિવાર પરેશાન છે હાલ હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સિજનની માત્રા પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહી તેવામાં સરકાર આ પ્રમાણેની નફાખોરી કરવાનું કેવી રીતે વિચારી શકે ?
સોનીયા ગાંધી એ કહ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે વેક્સિનના અલગ-અલગ ભાવ નક્કી કર્યા છે, જેનો સીધો પ્રભાવ સામાન્ય જનતા પર પડશે.
સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકને વેક્સિનના ભાવ પોસાય તેમ નથી. લોકોને વેક્સિન ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. આવી મહામારીને પગલે સરકાર કેવી રીતે એક જ વેક્સિનના 3 અલગ-અલગ ભાવ રાખવાની અનુમતિ આપી શકે છે, કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નવા તબક્કાની જાહેરાત કરી દીધી છે, જેમાં રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો વેક્સિનના નિર્માતાઓનો સીધો સંપર્ક સાધીને વેક્સિનની ખરીદી કરી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે પોતાના ભાવોની યાદી બહાર પાડી હતી, જેમાં રાજ્ય સરકારને 400 રૂપિયા પ્રતિ ડોઝ, પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝ અને કેન્દ્ર સરકારને 150 રૂપિયા પ્રતિ ડોઝના આધારે વેક્સિન વેચવામાં આવશે.
આમ આ એક અન્યાય હોવાનું જણાવી લોકો ઉપર રહેમ કરવા તેઓ એ કેન્દ્ર સરકાર નું ધ્યાન દોર્યું હતું.