GUJARAT High Court Recruitment 2021 Notification: GUJARAT હાઇકોર્ટે વિભિન્ન પદો પર ભરતી બહાર પાડી છે. તે અંતર્ગત કોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (English Stenographer Grade 2) અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 (Gujarati Stenographer Grade 1)ના પદો પર ભરતી બહાર પાડી છે. તે અંતર્ગત કુલ 10 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફરના 1 અને અંગ્રેજી સ્ટેનોગ્રાફીના કુલ 9 પદો પર ભરતી કરવામાં આવશે. તેમાં સામાન્ય 3, એસટી 3, એસઇબીસીના 3 પદો પર ભરતી કરવામા આવશે. તેવામાં ઇચ્છુક ઉમેદવાર ઓફિશિયલ પોર્ટલ @hc-ojas.gujarat.gov.in પર જઇને ઑનલાઇન અરજી કરી શકો છો. અરજીની પ્રક્રિયા આજે એટલે કે 20 એપ્રિલ, 2021થી શરૂ થઇ ચુકી છે. સાથે જ આ પોસ્ટ પર ઑનલાઇન અરજી કરવાની લાસ્ટ ડેટ 04 મે, 2021 છે.
ગુજરાત હાઇકોર્ટ તરફથી જારી નોટિફિકેશન અનુસાર યોગ્ય ઉમેદવારોને અંગ્રેજી સ્ટેનોગ્રાફી ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ લેખિત પરીક્ષા (ઓબ્જેક્ટિવ ટાઇપ) માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા 27 જૂન 2021ના રોજ નિર્ધારિત છે. સાથે જ ગુજરાતી સ્ટેનોગ્રાફી ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ 11 જુલાઇ 2021ના રોજ આયોજિત કરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટ તરફથી જારી નોટિફિકેશન અનુસાર ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર અને ગુજરાતી સ્ટેનોગ્રાફરના પદો પર ઓનલાઇન અરજી કરનાર ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થાથી ગ્રેજ્યુએટ હોવો જોઇએ. આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પ્રતિ મિનિટ 100 શબ્દોની સ્પીડ/ ગુજરાતી ભાષામાં 90 શબ્દો પ્રતિ મિનિટની સ્પીડ હોવી જોઇએ. આ ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવુ જોઇએ. સાથે જ આ પદ પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ.