હંગેરીમાં એક પેસ્ટ્રી શોપ છે જે આજકાલ ‘રસી’ના કારણે ચર્ચામાં છે. આ પેસ્ટ્રી શોપમાં મોડર્ના, ફાઈઝર જેવી કંપનીઓની ‘રસી’ મળે છે અને એ પણ કલરફૂલ અને મીઠીમધ જેવી! વાસ્તવમાં, આ પેસ્ટ્રી શોપનું નામ છે સુલયાન ફેમિલીઝ પેટીસરીમાં કોવિડ-19 વેક્સિન થીમ પર આધારિત મુસે (જેલી ટાઈપ સ્વીટ અને ફિણેલી ક્રિમ જેવી આઈટેમ) મળે છે. અહીં જે જેલી સાથે આ સ્વીટ આઈટેમ મળે છે તેમાં એસ્ટ્રાજેનેકાની મુસે માટે સાઈટ્રસ યેલો, સિનોફાર્મની રસીના થીમમાં સહેજ ડાર્ક યેલો અને ફાઈઝર માટે માચા ગ્રીન કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો વળી રશિયન સ્પુટનિક V રસી માટે ઓરેન્જ અને મોડર્નાની રસીના થીમ માટે વિવિડ બ્લુ રંગનો ઉપયોગ કરાયો છે. આ સ્વીટ આઈટેમ્સ જોઈને એકવાર તો લોકો અચંબામાં પડી જાય છે. પરંતુ આ પેસ્ટ્રી શોપનો હેતુ કોરોના કાળ જેવા કપરા સમયમાં લોકોને થોડી ઘણી પણ હળવાશ આપવાનો છે.
