બિહારના પટનામાં જૂના પાનાપુર ઘાટ પર શુક્રવારે સવારે પીપા પુલની રેલીંગ તોડીને એક પિકઅપ વાન ગંગા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 11 લોકો ડૂબી ગયા હોવાની વિગતો આવી રહી છે. અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પિક અપ વૈન પર સવારમાં એક જ પરિવારના તમામ લોકો અકિલપુરથી દાનાપુરના ચિત્રકૂટનગર આવી રહ્યા હતા.કહેવાય છે કે, અકિલપુર નિવાસી રાકેશ કુમારને 21 એપ્રિલથી તિલક સમારંભમાં પહોંચવાનું હતું. તિલક સમારંભ પુરો થતાં તમામ લોકો દાનાપુર સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જ આ મોટી દુર્ઘટના ઘટી ગઈ. આ બાજૂ વાન નદીમાં ખાબકી હોવાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પટનાના કેટલાય પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીં આવી પહોંચ્યો હતો.દુર્ઘટના વખતે પિકઅપ વૈન પર સવાર ત્રણ લોકોએ કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. સવારે છ વાગ્યે બનેલી આ ઘટનાને જોવા માટે લોકોના ટોળે ટોળે એકઠા થવા લાગ્યા હતા.પિકઅપ વૈન ગંગામાં સમાઈ જતી જોઈને હોબાળો મચી ગયો હતો. અફરાતફરીમાં સ્થાનિક લોકોએ બચાવ કાર્ય શરૂ કરી દીધુ હતું. તો વળી સાથે જ પ્રશાસનને પણ સૂચના આપી દેવામાં આવી હતી. બાદમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં પિકઅપ વૈન ક્રેનની મદદથી નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
