ગૃહમંત્રી અમિતશાહે જીએમડીસી ખાતે 900 બેડની હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મુક્યા બાદ વધુ એક નવી હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ પાસે બનવાની જાહેરાત કરી હતી. સ્વંય સેવી સંસ્થાઓ સાથે મળી આઇસોલેશન સેન્ટર શરૂ કરશે. નાના ઘર અને મોટો પરિવાર હોય અને આઈસોલેશનની વ્યવસ્થા ન હોય તેના માટે બેડ વગેરેનો ખર્ચો સંસ્થાઓ ઉપાડશે, દવાઓ અને ભોજન ખર્ચ સરકાર ઉપાડશે ટોલ ફ્રી નંબર શરૂ કરાશે. ફેફસાના નિષ્ણાંતો, MD છે તેઓને કોલસેન્ટર પર બેસાડશે. હોમ આઈસોલેશન માટે માહિતી આપશે. બે દિવસમાં શરૂ કરશે. મેડિકલ કન્સલ્ટન્સી પણ શરૂ કરવામાં આવશે.રસીકરણ પણ વધુ કરવામાં આવશે. ઓક્સિજન અને કોરોનાં માટે જરૂરી દવા અને ઇન્જેક્શન માટે રિવ્યુ પણ કરવામાં આવ્યો છે. ઓક્સિજનનો બગાડ અટકાવવા ચર્ચા કરી છે. ગૃહમંત્રી અમિતશાહે જીએમડીસી ખાતે 900 બેડની હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મુક્યા બાદ અમિતશાહે વધુ એક નવી હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ પાસે બનવાની જાહેરાત કરી હતી. ટાટા ટ્રસ્ટના સહયોગથી હજુ બીજી 1200 બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે જેનો ટાટા ટ્રસ્ટ તરફથી જ તમામ ખર્ચ ઉઠાવાશે. જેમાં 600 આઈસીયુ બેડ ઉપલબ્ધ હશે. ગુજરાત સરકારે કોરોનાનો સામનો કરવા પૂરતી તૈયારીઓ કરી લીધી છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત હતા. સમગ્ર દેશની જેમ ગુજરાતમાં કોરોના કેસ ખૂબ જ ઝડપી વધ્યા છે. અનેક દેશોમાં આ પ્રકારે બીજી અને ત્રીજી લહેર આવી છે. પરંતુ ગુજરાત સરકારે તેનો સામનો કરવા તૈયારી કરીછે. દેશભરમાં સૌથી વધુ ઓક્સિજન બેડની સંખ્યા પણ ગુજરાતમાં વધુ છે. તેમ છતાં ટાટા ટ્રસ્ટના સહયોગથી હજુ બીજી 1200 બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે જેનો ટાટા ટ્રસ્ટ તરફથી જ તમામ ખર્ચ ઉઠાવાશે. જેમાં 600 આઈસીયુ બેડ ઉપલબ્ધ હશે. જેમના નાના ઘર છે તેમને હોમઆઈસોલેશન માટે સગડવ આપવા કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, તેમજ અન્ય સંસ્થાઓએ હોમઆઈશોલશન માટેની તૈયારીઓ બતાવી છે. ઘરના અન્ય સભ્યોને સંક્રમણ લાગવાની શક્યતા ઓછી છે. મેડિકલ ટ્રિટમેન્ટ અને દવાઓ તેમજ ભોજનનો ખર્ચ ગુજરાત સરકાર ઉપાડશે. ટોલફ્રી નંબર પર 50થી વધુ ડોક્ટરો ઉપલબ્ધ હશે. રિટાયર્ડ ડોક્ટરો હોમઆઈસોલેશન ડોક્ટરોને માર્ગદર્શન આપશે. પ્રાઈમરી ચિંતાઓ પણ આ ટોલ ફ્રી નંબર પર માર્ગદર્શન મળી જશે. બે દિવસમાં આ નંબર જાહેર થશે. રાજ્યભરના ડોક્ટર ભાઈઓ બહેનો રેમડેસિવિર ઈંજેક્શનો ઉપયોગ ક્યારે કરવો તેની એઈમ્સના ડોક્ટરોએ ગાઈડલાઈન નક્કી કરી છે. ઓક્સિજનનો વધુ ડોઝ પણ દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી છે. ડોક્ટરોની કમિટિ બનાવી તેની ગાઈડલાઈન બનાવશે. લોકોને બીનજરૂરી તકલીફ ના પડે તેની જાણકારી આપવાનો પ્રયાસ કરાશે. મીડિયા પણ લોકોને આ મહામારી સામે લડવા લોકો સુધી મદદ રૂપ બનશે.