ભારત કોરોના રોગચાળાની બીજી લહેર સામે લડી રહ્યું છે, અને દેશને જીવનરક્ષક ઓક્સિજન ગેસ અને મહત્વની દવાઓ મેળવવામાં એક મોટો પડકાર ઉભો થયો છે. દરમિયાન, અગ્રણી આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ભારતે ઓછામાં ઓછા આગામી બેથી ત્રણ વર્ષ સુધી પોતાને તૈયાર કરવાની જરૂર છે.નિષ્ણાતોએ ગુરૂવારે કહ્યું કે દેશમાં ઓછામાં ઓછા આવતા 2-3 વર્ષ સુધી પોતાને લાંબી અવધિ માટે તૈયાર કરવાની જરૂર છે, ત્યાં સુધી કે જ્યાં સુધી આપણી પાસે ઓરલ દવા ઉપલબ્ધ ન થઇ જાય, જે વાયરસને નાબૂદ કરી શકે છે.નિષ્ણાંતોએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રવર્તતી હાલની ભયાનક પરિસ્થિતીથી વિપરીત, આગામી કેટલાક વર્ષો માટે એક સુસ્પષ્ટ યોજના બનાવવાની જરૂર છે, કારણ કે રોગચાળો મોસમી ફલૂ જેવી બિમારી તરીકે રહેવાની સંભાવના છે.મેદાંતા-ધ મેડિસિટીનાં ચેપી રોગના નિષ્ણાંત ગુપ્તાએ આઈએએનએસને જણાવ્યું કે, ‘ભવિષ્ય એક રહસ્ય છે. જો સ્ટ્રેન ચેપી રહે છે, તો કોવિડ લાંબા સમય સુધી ટકી શકે છે અને તે આવતા વર્ષોમાં આપણા પર જોરદાર હુમલો કરી શકે છે.’
તેમણે કહ્યું કે આ માટેની આદર્શ સ્થિતિ ઓરલ ડ્રોપ દવાઓ હશે, જે વાયરસને અસરકારક રીતે નાબુદ કરી શકે છે અને તે ઓપીડીના આધારે વાપરવા માટે સલામત પણ હોવી જોઈએ. ત્યાં સુધી માસ્ક, હાથની સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સ આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે અને તે આપણા જીવનનો એક ભાગ હોવો જોઈએ. શિકાગોની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના સંશોધકોનાં જણાવ્યા અનુસાર, કોવિડ -19 ફ્લૂની જેમ મોસમી હોઈ શકે છે. હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલના સિનિયર પલ્મોનોલોજિસ્ટ વી. રમન પ્રસાદના જણાવ્યા અનુસાર, કોવિડ હવે અન્ય કોઈ પણ જાતની બીમારીની જેમ સમુદાયમાં કાયમ રહેવાનો છે. પ્રસાદે જણાવ્યું, ‘કોઈ પણ દેશ માટે એકમાત્ર વિકલ્પ એ છે કે તેના મોટાભાગનાં લોકોને રસી આપવામાં આવે, જેથી રોગની ભયાનક્તા ઓછી થાય અને તે જીવલેણ બની શકે નહીં. બે-ત્રણ વર્ષ પછી, તે સામાન્ય હશે અને આપણે સ્વાઈન ફ્લૂ જેવા કોવિડ કેસોનાં છૂટાછવાયા ઉછાળા જોઈ શકીએ છીએ.’ જયપુર ચેસ્ટ સેન્ટરના સિનિયર પલ્મોનોલોજિસ્ટ શુભ્રાંશુએ જણાવ્યું કે, લાગે છે કે સ્થિતી સામાન્ય થવામાં લગભગ એક કે બે વર્ષનો સમય લાગી શકે છે, જો આપણે વધુને વધુ લોકો રસી અપાય અને સામાજિક અંતર જાળવી રાખે.