મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જેમાં આજે નવા 477 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. તેમજ 477 કેસ નવા અવતાની સાથે મહેસાણા જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 4376 પર પહોંચી ગયો છે. મહેસાણા જિલ્લામાં એક બાજુ દર્દીઓ ને દાખલ કરવા માટે બેડ ખૂટી પડ્યા છે. તેમજ ઇમરજન્સી કેસો માટે ઓક્સિજન પણ ખૂટી પડ્યા છે તેવી હલાતમાં જિલ્લામાં નવા 477 કોરોના પોઝિટિવ કેસ આવી જતા હવે તંત્ર ચિંતિત બન્યું છે કારણ કે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લામાં હાલમાં ઓક્સિજનમાં એક પણ બેડ ખાલી નથી તો મહેસાણા જિલ્લાના ઇમરજન્સી વાળા દર્દીઓ ને હવે રજળવાનો દિવસ જોવા મળી રહ્યો છે. મહેસાણા શહેર વિસ્તારમાં આજે 84 અને ગ્રામ્ય વિસ્તારોમાં 35, બેચરાજીમાં 32, જોટાણા માં 16, કડી શહેરમાં 25 ગ્રામ્યમાં 29, ખેરાલુ શહેરમાં 1 અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 1, સતલાસણામાં ગ્રામ્યમાં 14 ,ઊંઝા શહેરમાં 7 અને ગ્રામ્યમાં 24, વડનગર શહેરમાં 9 અને ગ્રામ્યમાં 20, વિજાપુર શહેરમાં 9 અને ગ્રામ્યમાં 41, વિસનગરમાં 73 અને ગ્રામ્યમાં 58 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
