ઈન્ડિયન નેવીએ સીનિયર સેકન્ડરી રિક્રુટના 2000 અને આર્ટિફીસર એપ્રેન્ટિસના 500 પદો પર ભરતીની જાહેરાત કરી છે. નોટિફિકેશન પ્રમાણે આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 26 એપ્રિલથી શરૂ થશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 5 મે સુધી અરજી કરી શકશે. ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે. આ પદો પર અરજી કરનારા ઉમેદવારે ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ સાથે ઈન્ટરમીડિએટ પાસ કરેલું હોવું જોઈએ. આર્ટિફીસર એપ્રેન્ટિસના પદ માટે અરજી કરનાર ઉમેદવારે મિનિમમ 60% સાથે ઈન્ટમિડિએટ પાસ કરેલું હોવું જોઈએ. એપ્લિકેશન પ્રોસેસ શરૂ થવાની તારીખ: 26 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ: 5 મે. જનરલ અને OBC: 205 રૂપિયા. SC અને ST: કોઈ ફી નહિ. આ પદો પર અરજી કરવા માટે તમે ઈન્ડિયન નેવીની ઓફિશિયલ સાઈટ www.joinindiannavy.gov.inના માધ્મયથી અરજી કરી શકો છો.
