ભારત માં વકરેલા કોરોના ની મહામારી ના ન્યૂઝ હવે વિદેશી મીડિયા ની હેડલાઈન બની રહ્યા છે જેમાં પ્રથમવાર મોદી સરકાર ની નિષ્ફળતા જવાબદાર હોવાનું છપાતા હવે વિશ્વસ્તરે ભારત ના પીએમ ની છબી ખરડાઈ છે. અહેવાલો અનુસાર કોરોનાની પ્રથમ લહેરમાં સૌથી મોટુ નેશનલ વાઈડ લોકડાઉન લગાવીને મોદીએ વાયરસને રોકવાની કોશિશ કરી હતી. જોકે, બીજી લહેર માં લોકો ટપોટપ મરી રહ્યા હોવા સહિત સ્થિતિ કાબુ બહાર બતાવાઈ રહી છે અહીં હોસ્પિટલોમાં ઓક્સિજન નથી તો દર્દીઓની લાશો નો હોસ્પિટલમાં ભરાવો અને જ્યાં-ત્યાં પડી છે અને ભારત માં અસ્તવ્યસ્ત થઈ ગયેલું તંત્ર અને નિષ્ફળ સરકાર ની પોલ ખોલવામાં આવી છે, ધ ગાર્ડિયન અખબારે પોતાની મુખ્ય સ્ટોરીમાં જે ફોટો છાપ્યો છે તેમાં તેને સ્મશાનમાં સળગી રહેલી ચિંતા અને તેમાંથી ઉઠતી જ્વાળાઓને દર્શાવી છે. તેનું હેડિંગ છે -The system has collapsed: India’s descent into Covid hell.. ગ્લોબલ મીડિયાના નિશાન ઉપર આ પહેલા બ્રાઝીલ હતું, પરંતુ હવે દુનિયાભરના પત્રકારોની કલમ મોદી સરકારની નિષ્ફળતા વચ્ચે દેશ ના લોકો જે રીતે મુસીબત માં છે તેની વાસ્તવિકતા છાપી રહ્યા છે સમાચારોનું કહેવું છે કે, સરકારની બેદરકારીના કારણે આ સંકેટ ઉભું થયુછે. કોરોના ની મહામારી માં પણ કુંભ જેવા મેળાનું આયોજન અને બંગાળ ચૂંટણીઓ ના મેળાવડા તે વાત પણ ચમકી છે એક તરફ દેશ મહામારી નો સામનો કરી રહ્યો છે અને બીજી તરફ મોદી વિશાળકાય રેલીઓ કરતા રહ્યા તે વાત ની મીડિયા એ નોંધ લીધી છે.
ધ ટાઈમ્સ, લંડનએ લખ્યું કે, ભારતમાં પ્રતિદિવસ ત્રણ લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. સરકારે સ્થિતિની ગંભીરતાને નજર અંદાજ કરી છે. બીજી સુનામીમાં ફસાયા મોદી તેવી હેડલાઈનથી સમાચાર પ્રકાશિત થયા છે. ધ ટાઈમ્સએ લખ્યું કે, 2020ની ભૂલોથી કોઈ શિખામણ લીધી નહીં અને નવી ભૂલોનો પહાડ ઉભો કરી દીધો. આજે ભારતના લોકો ખુબ જ ગંભીર સંકટનો સામનો કરી રહ્યાં છે. સમાચારોએ બંગાળની રેલીને લઈને મોદી પર નિશાન સાંધ્યું છે. રેલીઓમાં માસ્ક વગરના લોકો હતા, પરંતુ પીએમ મોદી કહી રહ્યાં હતા કે, મેં મારા જીવનમાં આટલી ભીડ જોઈ નથી, જ્યાં સુધી મારી નજર જાય છે, ત્યાં સુધી લોકો છે. ધ વોલ સ્ટ્રીટ જનરલ લખે છે કે, ભારતનો ખતરનાક વાયરસ બોર્ડર પાર કરીને તબાહી મચાવી શકે છે. સરકારની નિષ્ફળતાના કારણે સ્થિતિ બગડી છે.
દિલ્હીએ પોતાની પીઠ થાબડીને વાયરસને માત આપવાની વાત કહી. તે એકદમ ખોટું વલણ હતું. ધ ન્યુયોર્ક ટાઈમ્સએ પણ મોદીને ખલનાયક ગણાવ્યા. નાસિકની ઘટનાનો ઉલ્લેખ કરતાં સમાચાર પત્રએ લખ્યું- મીડિયાએ પ્રથમ વખત લહેરમાં મોદીના મહિમામંડન કર્યા. હવે વૈશ્વિક સ્તર પર બની ચૂકેલી ધારણાને ખોટી સાબિત કરવા માટે પીઆર એજન્સીઓએ ખુબ જ મહેનત કરવી પડશે.ક્યારેય તીખા તેવર ન પનાવતા ધ ફાઇનાન્સિયલ ટાઈમ્સએ પણ મોદી સરકારની ટીકા કરવામાં કોઈ કસર છોડી નથી, ધ વોશિંગ્ટને પોતાની સ્ટોરીમાં યૂપીના કબ્રસ્તાનો અને ડ્રોન તસવીરો છાપી છે. સમાચાર પત્ર લખે છે કે, આ લહેર નહીં પરંતુ એક દિવાર છે. સ્મશાનોમાં જગ્યા બચી નથી. સરકારે વેક્સિનેશન ખુબ જ ધીમે કર્યું અને પ્રતિબંધ બધી જ રીતે હટાવી લીધા. જેથી સ્થિતિ વધારે બગડી હોવાના સમાચારો વિશ્વ ના અનેક મોટા પ્રતિષ્ઠિત અખબારો એ છાપતા વિશ્વ માં ભારત સરકાર ની છબી ખરડાઈ છે.