ગુજરાત માં કોરોના બરાબર વકર્યો છે અને સામાન્ય માણસ ને બેડ પણ નથી મળી રહ્યા અને બહાર વાહન માં જ દમ તોડી રહ્યા છે અને સર્વત્ર મહામારી ફેલાઈ છે ત્યારે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના સંક્રમિત થતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તબિયત ખરાબ થતાં તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમનામાં કોરોનાનાં પ્રાથમિક લક્ષણો જણાયાં હતાં. જોકે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.
અત્રે નોંધનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ, ગઈકાલે જ ગૃહમંત્રી અમિત શાહ અને CM રૂપાણી સાથે હતા જેથી આ બંને મહાનુભાવો ને પણ કોરોના ટેસ્ટ કરાવવો પડે તેવી સ્થિતિ છે.જોકે, નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હોવાથી તેમને તરત જ બેડ મળી જતા સારવાર ચાલુ થઈ ગઈ હતી.